સરકારે માત્ર ભંગાર વેચીને જ બે ચંદ્રયાન જેટલી કમાણી કરી લીધી

  • December 29, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચદ્રં પર ભારતના સફળ ચંદ્રયાન–૩ મિશનનો ખર્ચ લગભગ ૬૦૦ કરોડ પિયા છે. કેન્દ્ર સરકારે ખરાબ થયેલા ઓફિસ સાધનો અને જૂના વાહનો જેવો ભંગાર વેચીને આવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી છે. ઓકટોબર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે . ૧૨૦૦ કરોડ પિયાની કમાણી કરી છે. કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન–૩ જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી છે. સરકારે ઓકટોબર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે પિયા ૧,૧૬૩ કરોડની કમાણી કરી છે યારે આ વર્ષે સરકારે માત્ર ઓકટોબર મહિનામાં જ પિયા ૫૫૭ કરોડની કમાણી કરી છે. આ રીતે સરકારે માત્ર ભંગાર વેચીને ૧૨૦૦ કરોડ પિયાની કમાણી કરી લીધી છે.

તાજેતરના સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ઓકટોબર ૨૦૨૧થી ૯૬ લાખ ફિઝિકલ ફાઈલોને દૂર કરવામાં આવી છે અને કચેરીઓમાં લગભગ ૩૫૫ ચોરસ ફટ જગ્યા ખાલી કરવામાં આવી છે જેને કારણે ખાલી જગ્યાનો ઉપયોગ મનોરંજન કેન્દ્રો તેમજ અન્ય ઉપયોગી હેતુઓ માટે થઈ રહ્યો છે. જે ફાઈલો દૂર કરવામાં આવી છે તેની તમામ વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે.
અંતરીક્ષ રાયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે રશિયન મૂન મિશનનો ખર્ચ લગભગ ૧૬,૦૦૦ કરોડ પિયા હતો અને મિશન નિષ્ફળ રહ્યું હતું, યારે આપણા મિશનનો ખર્ચ ૬૦૦ કરોડ પિયા હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હોલિવૂડ ફિલ્મોનું બજેટ પણ ભારતના ચંદ્રયાન–૩ મિશન કરતા વધુ હોય છે ત્યારે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને ૧૧૬૩ કરોડની આવકનો આંકડો દર્શાવે છે કે સ્વચ્છતા અંગેનો સરકારી કાર્યક્રમ કેટલો મોટો અને મહત્વપૂર્ણ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application