ભારત સરકારની સુચના મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથે સંકળાયેલા લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પહેલાં સરકારે ખાનગી અને સરકારી વેક્સિન સેન્ટરમાં કોરોના રસી અપાશે તે જાહેર કર્યું હતું. ત્યારે સરકારે રસીના ભાવ નક્કી કર્યા છે, જે અંતર્ગત સરકારી હોસ્પીટલમાં ફ્રીમાં રસીનો ડોઝ આપવામાં આવશે, ખાનગી હોસ્પીટલમાં 250 રૂપિયામાં રસીનો ડોઝ આપવામાં આવશે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ 150 રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી 100 રૂપિયા રહેશે.
#COVIDVaccination #COVID19 pic.twitter.com/SFFikfudHj
— Nitin Patel (@Nitinbhai_Patel) February 27, 2021
જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે કોરોનાની વેકસીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રૂપિયા ૧૫0 નક્કી કરેલ છે અને વહીવટી ચાર્જ ૧00 રૂપિયા નક્કી કરેલ છે. આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત રૂપિયા ર૫0ની કિંમત થી એક વેકસીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે અને સરકારી હોસ્પિટલમાં આ વેકસીન વિનામૂલ્ય આપવામાં આવશે. તેની સર્વેને નોંધ લેવા વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PM