અમીન માર્ગ પર આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં આવેલી વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં દુકાન સંચાલિકા યુવતીને તેના પાર્ટનરે યુવતીના ધર્મના ભાઈઓની નજર સામે ઢોર મારમાર્યેા હતો. પાર્ટનરે પૈસાની માંગણી કરતા યુવતીએ ચેકથી પૈસા આપવાનું કહ્યું હતું જેથી તેણે કેશથી પૈસા આપવાનું કહી ઝઘડો કરી મારમાર્યેા હતો અને ધમકી પણ આપી હતી. જે અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
શહેરના અમીન માર્ગ પર બંસી પાર્ક સોસાયટીમાં રહેતા ખ્યાતિબેન જયંતીભાઈ સુરેજા(ઉ.વ ૪૪) નામની યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામમાં કર્ણેશ્વર કોમ્પલેક્ષ ૩૦૨ માં રહેતા ચિરાગ જગદીશભાઈ ચંદારાણાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં માતા–પિતા સાથે રહે છે અને તેમને અમીન માર્ગ પર વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાન આવેલી છે. જેમાં પાર્ટનર તરીકે ચિરાગ ચંદારાણા છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી અહીં વેપાર કરે છે.
ગત તા. ૧૯૮૨૦૨૪ ના તેઓ દુકાને હાજર હતા ત્યારે ચિરાગ સવારે અહીં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તારે બે લાખ આપવાના છે જેથી ફરિયાદીએ કહ્યું હતું કે હત્પં તમને ચેકથી પૈસા આપું છું આ સાંભળી ચિરાગે કહ્યું હતું કે મારે ચેકથી પૈસા જોતા નથી તું મને અત્યારે જ કેશ પૈસા આપ પરંતુ મહિલાએ પૈસા ન આપતા ચિરાગ ગુસ્સે થયો હતો અને ગાળો આપી ચારથી પાંચ ફડાકા મારી દીધા હતા. ત્યારબાદ એકાદ કલાક પછી મહિલા તથા તેમના ધર્મના માનેલા ભાઈ ગોપાલ દેપાણી, કિશન દેપાણી અને ચિરાગ દુકાને હાજર હતા ત્યારે ખર્ચા બાબતે વાતચીત કરી હતી. દરમિયાન ચિરાગે ફરી ત્રણથી ચાર ફડાકા મારી કહ્યું હતું કે તું મને પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. પરંતુ જે તે સમયે સમાધાન થઈ જતા ફરિયાદ કરી ન હતી.
બાદમાં તારીખ ૫ ૯ ૨૦૨૪ ના રાત્રિના નવેક વાગ્યા આસપાસ ફરિયાદીએ ત્રણ લાખ પિયા ચિરાગને કેસમાં ઘર ઘર માટે વાપરવા આપ્યા હતા. બાદમાં ફરી વખત તારીખ ૬૯૨૦૨૪ ના સવારના દસેક વાગ્યે ચિરાગ દુકાને આવ્યો હતો અને કહેતો હતો કે ચોપડામાં ભૂલ છે એટલે મહિલાએ તેને કહ્યું હતું કે, ચોપડામાં ભૂલ ન હોય છતાં તે માન્યો ન હતો અને બોલાચાલી કરી હતી. ચિરાગ અવારનવાર વેપારના પૈસા બાબતે દુકાનમાં આવી હેરાન પરેશાન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય અંતે મહિલાએ તેના વિદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech