કપડાં ચેન્જ કરવાના બહાને કોલેજિયન યુવતીએ સહેલીના ઘરમાંથી ૧.૨૦ લાખના ઘરેણા તફડાવ્યા

  • January 09, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્યનગરમાં રહેતી કોલેજીયન યુવતી સહેલીના ઘરે કપડાં માંગવાના બહાને જઇ કપડાં ચેન્જ કરવાના બહાને ઘરમાંથી દાગીના તફડાવી લેતી હતી.આ અંગે કુવાડવા રોડ પર રહેતા વેપારી દ્રારા તેમના ઘરમાંથી આ યુવતીએ .૧.૨૦ લાખના દાગીના ચોરી કરી લીધાની ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત અન્ય બે વેપારીના ઘરમાં પણ આ યુવતીએ આ રીતે હાથફેરો કર્યેા હોવાનું સામે આવ્યું છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પર કસ્તુરી રેસીડેન્સી શેરી નંબર ૨ માં રહેતા અને કુવાડવા રોડ ગુદેવ પાર્ક શેરી નંબર બે ખાતે ચાંદીકામનો વ્યવસાય કરનાર રાજેશભાઈ ગોવર્ધનભાઈ અજુડીયા દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગર શેરી નંબર ૬ માં રહેતી પ્રિયંકા જગદીશભાઈ પાનસુરીયાનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં તે તેમના પત્ની મીનાબેન અને ૧૮ વર્ષની દીકરી ધ્રુવી સાથે રહે છે. ગત તા. ૨૬૧૨ ના તેઓ કામ પર હતા ત્યારે તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ઘરમાં કબાટમાં જે સોનાના દાગીના રાખ્યા હતા તે દેખાતા નથી જેથી તમે ઘરે આવો બાદમાં વેપારીએ અહીં ઘરે આવી જોતા દાગીના જોવા મળ્યા ન હતા પરંતુ છેલ્લા બે મહિનાથી તેઓ કયાંય બહારગામ ગયા ન હોય જેથી દાગીના કોઈ જગ્યાએ મુકાઈ ગયા હશે તેવું માની લીધું હતું.
દરમિયાન વેપારીને જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા નામની યુવતી પરિચિતોના ઘરે જઈ કપડાં પહેરવા માટે માંગી મમાં કપડાં ચેન્જ કરવાના બહાને પોતે મમાં એકલી જઈ દાગીનાની ચોરી કરી લે છે અને આ પ્રકારે તેણે તેના કોઈ સગાના ઘરેથી ચોરી કરી હતી જે દાગીના પરત કરી દીધા હતા આ બાબતે વેપારીએ ઘરે ચર્ચા કરતા દીકરી ધ્રુવીએ કહ્યું હતું કે, તે પ્રિયંકાને ઓળખે છે અને ગઈ તારીખ ૨૨૧૨૦૨૪ ના સાંજના ૬:૩૦ વાગ્યા આસપાસ પ્રિયંકા અહીં મારી પાસે કપડાં લેવા માટે આવી હતી. મેં તેને મારા કપડાં દેખાડતા કપડા તેને ચેન્જ કરવા છે તેમ કહી મને મમાંથી બહાર જવાનું કહ્યું હતું અને તે મમાં એકલી હતી. ૧૫ મિનિટ પછી મમાંથી બહાર નીકળી મારા કપડાં પહેરવા માટે લઈ ગઈ હતી તેવી વાત કરતા વેપારીને આ પ્રિયંકા પર શંકા ગઈ હતી.
બાદમાં તેમણે સગા વહાલાઓને પૂછતા જાણવા મળ્યું હતું કે, આજથી ત્રણેક મહિના પૂર્વે શૈલેષભાઈ શાંતિભાઈ મૂળિયા (રહે. સતં કબીર રોડ નંદુબાગ સોસાયટી)ના ઘરે સાંજે ૬:૦૦ વાગ્યા આસપાસ પ્રિયંકા કપડાના બહાને ગઈ હતી અને અહીંથી દાગીનાની ચોરી કરી હતી તેમજ દસેક મહિના પૂર્વે સતં કબીર રોડ પર સંસ્કાર વિલામા રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ પરસાણાના ઘરે પણ આ પ્રકારે કપડાના બહાને ગઈ હતી અને અહીંથી પણ તેણે દાગીનાની ચોરી કરી હતી. જેથી વેપારીની શંકા દ્રઢ બની હતી.
આમ પ્રિયંકાએ વેપારીના ઘરે આવી તેમની દીકરી પાસે કપડાં માંગી કપડાં ચેન્જ કરવાના બહાને મમાંથી પિયા ૧.૨૦ લાખ ઘરેણા ચોરી કરી લીધા હતા. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે. કોલેજીયન યુવતીની ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં આ પ્રકારે તેણે વધુ કેટલાક ઘરોમાં હાથફેરો કર્યેા હોવાની વિગતો સામે આવવાની શકયતા સેવાઇ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application