તારા લીધે મારા ભાઈની સગાઈ તૂટી હતી કહી મારકુટ કરતા યુવતીએ આપઘાત કર્યેા'તો

  • October 11, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતી યુવતીએ ૧૦ દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.યુવતીને ઇન્સ્ટાગ્રામમાં યુવાન સાથે મિત્રતા હોય તેના ભાઇએ યુવતીના ઘરે આવી તારી લીધે મારા ભાઇની સગાઇ આગાઉ તુટી ગઇ છે હવે ફરીથી બીજી સગાઇ થવાની છે જેથી તું મારા ભાઇને મુકી દે તેમ કહી યુવતીના ઘરે આવી મારકૂટ કરી ધમકી આપી હોય જેનાથી ડરી જઇ યુવતીએ આ પગલું ભરી લીધું હોય આ અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે બે શખસો સામે યુવતીને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના ભગીરથ સોસાયટીમાં શેરી નં.૮ માં રહેતા સિધ્ધરાજસિંહ ભગાનજીભાઇ સોલંકી(ઉ.વ ૫૫) દ્રારા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ પઢીયાર અને મહેશ ઉર્ફે મનીષ પઢીયારના નામ આપ્યા છે.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા હતું કે, તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ છે જેમાં સૌથી નાની દિકરી(ઉ.વ ૨૧) એ ગત તા.૧૧૦ ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.


બનાવ અંગે તેમણે ફરિયાદમાં જણાવ્યા હતું કે,તેઓ કારખાનામાં અને તેમની પત્ની માર્કેટયાર્ડમાં મજુરી કામ કરે છે.ગત  તા. ૨૯૯ રાત્રીના પત્નીએ કહ્યું હતું કે,તે કામ પર હતા ત્યારે દેરાણીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બપોરના સાડા ત્રણેક વાગ્યા આસપાસ તમારા ઘરમાં કોઈ ઝઘડતું હોય તેવો અવાજ આવતો હતો જેથી હત્પં ત્યાં જતા દરવાજો ખખડાવતા થોડીવાર બાદ પાછળના દરવાજાથી કોઈને બહાર જતા જોયો હતો જે વ્યકિત એકસેસમાં આવ્યો હતો. આ સાંભળ્યા બાદ સાંજે દીકરીને પૂછતા તેણે કઈં કહ્યું ન હતું.પરંતુ તેના આંખના ભાગે સોજો આવી ગયો હોય તેવી ઈજા દેખાઈ હતી. બાદમાં ફરિયાદીના ભાઈની દીકરીએ તેમનો મોબાઇલ ચેક કરતા ઇન્સ્ટાગ્રામમાં સંદીપ પઢિયાર નામના છોકરાનો ફોટો હતો અને ફોટામાં હેપી બર્થ ડે મારી જાન તેવી પોસ્ટ મૂકી હતી. ફરિયાદીને ઇન્સ્ટાગ્રામમાં ખબર પડતી ન હતી અને તેઓ યારે ઘરે હોય ત્યારે તેમની દીકરી તેમનો ફોન ઉપયોગ કરતી હતી જેથી ધારાબાને સંદીપ વિશે પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.


દરમિયાન ગત તારીખ ૧૧૦ ના રોજ ફરિયાદી કામ સબબ વાવડી ગામે ગયા હતા ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દિકરીને ઉલટી થાય છે તમે જલ્દી આવો જેથી ફરિયાદી અહીં આવતા તેમના પત્નીએ કહ્યું હતું કે,દિકરી યારે ભાનમાં હતી ત્યારે તેણે કહ્યું હતું કે, તારીખ ૨૯૯ ના બપોરના હત્પં ઘરે એકલી હતી ત્યારે આપણા ઘરે સંદીપનો મોટો ભાઈ મહેશ ઉર્ફે મનીષ આવ્યો હતો અને તે મને કહેવા લાગ્યો હતો કે અગાઉ પણ તારા લીધે મારા ભાઈ સંદીપની સગાઈ તૂટી ગઈ છે અને હવે ફરીથી બીજે સગાઈ થવાની છે જેથી તું મારા ભાઈને મૂકી દેજે નહિતર હત્પં તને જાનથી મારી નાખીશ તેમ કહી મોઢાનાભાગે તથા ઝાપટો મારી હતી જેથી આંખમાં સોજો આવી ગયો હતો. તેમજ તેણે કહ્યું હતું કે, ફોનમાં જે ફોટો તથા વીડિયો છે તે વાયરલ કરી સમાજમાં તેને બદનામ કરી નાખીશ તેવી મને ધમકી આપેલ હતી. મારે હવે જીવવું નથી આટલું કહી દિકરી બેભાન થઈ ગઇ હતી. ત્યારબાદ તેમને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડા હતા ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
આ ઘટના બન્યા બાદ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરેલ જેમાં બનાવના દિવસે ફરિયાદીના ઘરની બહાર જે વ્યકિત જતો હતો. તે મહેશ ઉર્ફે મનીષ પઢિયાર હતો બાદમાં ફરિયાદીના જમાઈએ ફરિયાદીનો મોબાઇલ ચેક કરતા ઇન્સ્ટાગ્રામમાં તેમની પુત્રી સંદીપ પઢિયાર અને મહેશ ઉર્ફે મનીષ ત્રણે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાના ફ્રેન્ડ હોય અને ચેટ કરતા હોવાનું માલુમ પડું હતું. જેથી આ મહેશ ઉર્ફે મનિષે યુવતી સાથે મારકુટ કરી ગર્ભિત ધમકીઓ આપી હોય  તે બાબતે લાગી આવતા તેમણે આ પગલુ ભરી લીધું હોય તેના પિતાએ બી ડિવિઝન પોલીસમાં આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને સામે આઇપીસીની કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application