ચોમાસાએ વિદાય લેતાં ગીર સોમનાથ જિલ્લ ાના વરસાદી ડેમોના દરવાજા હવે બંધ કરવામાં આવ્યા છે. હિરણ-૨ સિંચાઈ યોજનાના અધિકારી નરેન્દ્ર પીઠીયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષા ઋતુ દરમ્યાન ડેમ ઉપર ૧૧૨૮ એમએમ વરસાદ પડેલ છે. તેમજ હાલ ડેમનું લેવલ ૭૧.૨૬ મીટર તેની પુર્ણ સપાટીએ ભરાયેલ છે. તેમજ સિઝનનો કુલ પસાર થયેલો જથ્થો ૪૪૪.૯૧૧ એમસીકયુએમ છે. ડેમમાં હાલમાં પાણીનો જથ્થો ૩૮.૫૮૧ એમસીકયુએમ એટલે કે, ૧૦૦ ટકા ભરાયેલ છે અને ગત તા.૧૯/૧૦ના રોજ ડેમનો એક દરવાજો ૦.૦૨ મીટર ખુલ્લ ો હતો તે આજે ૧૮ કલાકે સંપુર્ણ બંધ કરી દેવાયો છે.
રાવલ ડેમ જે ઉના પાસે આવેલ છે તેના બધાય ૬ દરવાજા બંધ કરાયેલ છે અને ૧૦૦ ટકા જળસંગ્રહ છે. સિઝન દરમ્યાન કુલ ૮૧.૬૧૯૨ એમસીકયુ પાણી ફલો થયું છે અને હાલ લેવલ ૧૪૮.૮૫૫ મીટર છે. જેની ઉંડાઈ ૧૯ મીટર છે અને જીવંત જથ્થો ૨૪.૦૦૫૫ એમકયુમ છે અને ૧૦૦ ટકા ભરાયેલ છે.
ઉના પાસેનો મચ્છુન્દ્રી ડેમ પણ ૧૦૦ ટકા ભરાયેલ છે. જેમાં જીવંત જથ્થો ૨૬.૭૦૯૨ એકસીકયુએમ છે. હિરણ-૧ ડેમ જે સાસણ જંગલ વિસ્તારમાં આવેલ છે જે પણ ૧૦૦ ટકા ભરાયેલ છે જેને દરવાજા નથી જેનો જીવંત જથ્થો ૧૯.૬૩૯ એમકયુએમ અને કુલ જથ્થો ૨૦.૨૨૬ છે અને સિઝનમાં ૪૩.૪૯૭ એમસીકયુએમ પાણી વહી ગયું છે. સિંગવડા ડેમ કોડીનાર પાસે તેના ૬ દરવાજા પણ હવે સિઝન પૂર્ણ થતાં બંધ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech