દ્વારકાધીશ જગતમંદિરના દ્વાર કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે, ક્લિક કરીને જાણો દર્શનનો સમય અને નવા નિયમો

  • June 10, 2021 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કેસોમાં ઘટાડા બાદ ભાવિકો માટે અપાયેલી છૂટાછટ: હજારો ભાવિકોમાં હર્ષની લાગણી પ્રસરી

યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશનું મંદિર કોરોના સમયગાળામાં લાંબા સમય સુધી બંધ રહેતા દર્શનાર્થીઓમાં દર્શન કરવાની ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, દરમ્યાન કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતના પગલે આવતીકાલે એટલે કે શુક્રવારથી ભગવાન દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. દર્શનાર્થીઓએ પણ કોરોના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

રાજયભરમાં કોરોના કેસોની સંખ્યામાં જોવા મળતાં નોંધપાત્ર ઘટાડા બાદ અને હાલાર પંથકમાં બજારો તેમજ રાજયભરની કોર્ટ પુન: ધમધમવા લાગી છે અને શાળાઓમાં પણ ઓનલાઇન શિક્ષ્ાણનું સત્ર શરૂ થઇ રહયુ છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ જગતમંદિર ભાવિકો માટે આશરે બે માસથી બંધ હોય તેના દ્વાર પણ ભાવિકો માટે આવતીકાલથી ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે, હાલમાં મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા 10મી જૂન સુધી બંધ રહ્યું હતું, પરંતુ સરકારની ગાઇડલાઇન પ્રમાણે આવતીકાલથી મંદિરના દ્વાર પુન: દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. જેના પગલે દર્શનાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

 

જગત મંદિર છેલ્લા બે મહિના જેટલા સમયથી બંધ રહેતાં ભાવિકોમાં ભારે ઉદાસિનતા છવાઈ જવા પામી હતી. સાથોસાથ મંદિર આસપાસના દુકાનદારો, શહેરના વેપારીઓ પણ ભારે વિમાસણમાં મૂકાઈ જવા પામ્યા હતાં. કેમ કે, યાત્રાળુઓની અવર-જવરના પરિણામે આ તમામ વ્યવસાયકારોના વ્યવસાય ધમધમતા હતાં. લાંબા સમયથી દ્વારકાધીશજી મંદિરના દ્વાર બંધ રહેતાં લોકોમાં મંદિરના દ્વાર ખોલવાની પ્રબળ ઈચ્છા જાગૃત થઈ હતી.

 

દરમિયાન દ્વારકા સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા તા.11થી હોટલ, રેસ્ટોરન્ટો, મંદિરો તમામ નીતિ-નિયમો સાથે કાર્યરત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેના પગલે યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર પણ તા.11થી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ મૂકવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS