મોરબીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર કમ સિરામિક એકમમાં ભાગીદાર પટેલ આધેડને યુવતીએ ફોન કરી જાળમાં ફસાવ્યા બાદ ખોડલધામ મંદિરે મળવા બોલાવી ત્યાંથી અવવારૂ જગ્યાએ લઈ જઇ શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. દરમિયાન અન્ય ચાર શખસો આવી જઇ આ અમારી ભાણેજ છે કહી આધેડને મારમાર્યો હતો.બાદમાં દુષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાનું કહી તેમની પાસેથી આંગડિયા મારફત 23.50 લાખ પડાવી લીધા હતા.આ ગુનાનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને સફળતા સાપડી છે.પોલીસે રાજકોટના ત્રણ જુનાગઢની મહિલા સહિત પાંચને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂ.18.46 લાખ,કાર સહિત કુલ
રૂ.21.76 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપ્ના બનાવને લઇ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વ.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ અને ડી.જી.બડવા તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન પોલીસને સફળતા સાંપડી હતી અને પાંચ શખસોની ટોળકીને ઝડપી લીધી હતી.
પકડાયેલા આરોપીઓમાં હરેશ નાનજીભાઇ વાળા(ઉ.વ 49 રહે.ગીરનાર દરવાજા,ગણેશનગર જુનાગઢ),શૈલેશીગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ(ઉ.વ 36 પુનીતનગર,રાજકોટ),અતિત રાજરતનભાઇ વર્ધન (ઉ.વ 31 રહે. રંગીલા સોસાયટી નવાગામ,રાજકોટ),વિક્રમ ઉર્ફે વીરા લીંબાભાઇ તરગટા(ઉ.વ 28 રહે.રાજકોટ મૂળ તરણેતર તા. સુરેન્દ્રનગર) અને એક જુનાગઢની મહિલાનો સમાવેશ થાય છે.
પોલીસે આ ટોળકી પાસેથી રોકડ રૂ.18.46 લાખ,છ મોબાઇલ ફોન,કાર સહિત કુલ રૂ.21,76,600 નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકીએ મોરબીમાં બુક સ્ટોલમાંથી અહીંના સીરામીક એકમના ઉદ્યોગપતિઓ અને વેપારીઓની ટેલીફોન નંબરવાળી ડિરેક્ટરી મેળવી લઈ તેમાંથી નંબરો મેળવી મહિલા આરોપી પાસે ફોન કરાવી ઉદ્યોગપતિ અને વેપારીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ મોટી રકમ પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ટોળકી પાસેથી આવા નંબર મળી આવ્યા હતા.ત્યારે આ ટોળકીએ અન્ય કોઈને શિકાર બનાવ્યા કે કેમ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 503 માં રહેતા ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા(ઉ.વ 50) દ્વારા આ ઘટના અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના નામની સ્ત્રી અને ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે, એકાદ મહિના પૂર્વે તેઓ પોતાના કારખાને હતા ત્યારે અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો ફોનમાં સ્ત્રીએ કહ્યું હતું કે મારું નામ ક્રિષ્ના છે અને હું પટેલ છું તેમજ સુલતાનપુર રહેતી હોવાનું જણાવ્યું હતું.આ સ્ત્રી દરરોજ ફોન કરવા લાગી હતી અને આધેડને કહ્યું હતું કે મારી સાથે પ્રેમ સંબંધ રાખો. મળવા આવો તેની વાતોમાં આવી જઇ આધેડે મળવા માટે હા કહી હતી જેથી આ સ્ત્રીએ કાગવડ ખોડલધામે મળવા માટે બોલાવ્યા હતા.
તારીખ 4/3/2024 ના તેઓ મોરબીથી સવારે આઠેક વાગ્યે કારની 10:30 વાગ્યે અહીં ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા જ્યાં આ યુવતી સાથે મુલાકાત થઈ હતી તે કારમાં બેસી ગઈ હતી બાદમાં તેણે કાર થોડે દૂર રસ્તા ઉપર લઈ જવાનું કહ્યું હતું બાદમાં અહીં જલારામ બાપાની વાડીના ગેટની ડાબી તરફ કાર લઈ જવાનું કહેતા ત્યાં લઈ ગયા હતા.અહીં કાર ઉભી રખાવી તે પાછળની સીટ પર જતી રહી હતી અને પોતાના કપડા ઉતારવા લાગી શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું.દરમિયાન ચાર શખસોએ આવી દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.23.50 લાખ પડાવી લીધા હતાં.
ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ
પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકીની પૂછતા જ કરતા તેમણે ઘણા વ્યક્તિઓ સાથે આ રીતે ફોન પર વાત કરવી હોય જેથી ટોળકી અન્ય પણ કેટલાક ઉદ્યોગપતિ અને વેપારીઓને અનેક ટ્રેકમાં ફસાવ્યા હોવાની ક્ષમતા જણાઈ રહી છે જેથી પોલીસ દ્વારા મોબાઈલ નંબર 98256 35705, 97250 55792, 99131 97988, 99046 58621, 81285 73442, 99043 34288 આ નંબર પરથી કોઇને કોલ આવ્યો હોય તો પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
આરોપીઓ ડ્રાઇવીંગ કામ સાથે સંકાળયેલા
પોલીસે જણાવ્યું હતું કે હીનટ્રેપમાં ઝડપાયેલા આ આરોપીઓ ડ્રાઇવીંગ કામ સાથે સંકળાયેલા છે જેથી એકબીજાના પરીચયમાં હતાં.આરોપી હરેશ કે જે જુનાગઢ રહેતો હોય મહિલા આરોપી તેની પાડોશી છે.જેથી આ બધાએ સાથે મળી આ રીતે પૈસા પડાવવાનો પ્લાન રચી વેપારી-ઉદ્યોગપતિઓને ફસાવવાનું શરૂ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech