ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક ગત વહેલી સવારે સ્વિફટ કાર અને બોલેરો જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટના માં ગોંડલ નાં બે તથા જુનાગઢ ના એક અને ધોરાજી નાં એક મળી કુલ ચાર યુવાનો નાં કણ મોત નિપયા હતા.સ્વિટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી. તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો ને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. હવે આ મામલે મૃતક સિદ્ધરાજસિંહ નરેન્દ્રસિહ ઝાલાના નાનાભાઈ ઋશીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા દ્રારા ગોંડલ શહેર પોલીસ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઋશીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા દ્રારા પોલીસ ફરિયાદમા ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે કે મોડી રાત્રિના એકાદ વાગ્યે મારા મોટાભાઇ સિધ્ધરાજસિંહ મને અલખના ચબુતરે ભેગા થયેલ અને તેમના મીત્ર ક્રીપાલસિંહ જાડેજા બન્ને જણા અમારી બોલેરો ગાડી રજી નં.૦૩ – ૨૪૪૪ વાળી લઇને હાઇવે ઉપર નાસ્તો કરવા માટે નીકળેલ હતા અને અમારે બધાને ગોંડલ સુરેશ્વર મહાદેવના મંદીરે સવારની આરતીમા જવાનુ હોય જેથી અમે બધા સવારે સાડા ત્રણેક વાગ્યે સુરેશ્વર મંદીરે જવાના હતા જેથી સવારે સાડા ત્રણેક વાગ્યે મારા મોટાભાઇનો મને ફોન આવેલ અને મને કહેલ કે અમે સુરેશ્વર મંદીરે આવીએ છીએ અને મારાભાઇ નો ફોન આવેલ ત્યારે હત્પં તથા અભીરાજભાઈ ખાચર તથા ઋશી વાઘેલા સુરેશ્વર મંદીરે હતા ત્યારે અમે દર્શન કરીને આશાપુરા ચોકડીએ આવેલ અને મારાભાઇ ને વાર લાગતા મે ૩ કલાક ને ૪૭ મિનિટે ફોન કરતા મારો ફોન નહી ઉપાડતા જેથી મે જી.પી.એસ. થી બોલેરો ગાડીનુ લોકેશન જોતા હાઇવે ઉપર રાધીકા ફર્નીચર પાસે ગાડીનુ લોકેશન આવતુ હોય જેથી અમે થોડીવાર રાહ જોયેલ તે દરમ્યાન મારા મીત્ર કુમારસિંહ જાડેજાનો મને કલાક ૩ કલાક ને ૫૩ મિનિટે ફોન આવેલ અને કહેલ કે અહીં હાઇવે ઉપર આવો
સીધ્ધરાજસિંહ નુ એકસીડન્ટ થયેલ છે. સીધ્ધાર્થ કાચા ચલાવતો હતો અને રાજકોટ થી જેતપુર તરફ જતા હોય અને સ્વીફટ ગાડી ફુલ સ્પીડમા હોય અને આ સીધ્ધાર્થે ગાડી ઉપર કાબુ ગુમાવતા સ્વીફ ગાડી પોતાની સાઇડ મુકી ડીવાઇડર ટપાડી મારા ભાઇ બોલેરો ગાડી લઇને ગોંડલ આશાપુરા ચોકડી તરફ આવતા હોય તેમની બોલેરો ગાડી ઉપર પડતા આ ચારેય જણાને શરીરે ગંભીર ઇજા થતા ચારેય જણાના મોત નીપજેલ છે.
ફરીયાદ ને પગલે અકસ્માત કરનાર સ્વીફટ ગાડી ૦૩ – ૫૧૧૯ ના ચાલક સીધ્ધાર્થ કીશોર કાચા રહે ધોરાજી વાળા સામે પોલીસ દ્રારા મોટર વાહન અધિનિયમ બી.એન.એસ. ૨૮૧, ૧૦૬(૧), ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધાયો છે.
ગોંડલના બે ક્ષત્રિય મિત્રો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નિપજતા પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં મિત્રો દોડી આવ્યા હતા.સિધ્ધરાજસિહ તથા ક્રીપાલસિંહ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હોય બન્ને ક્ષત્રિય યુવાનોની એક સાથે અંતિમયાત્રા નીકળતા હૃદય કંપી ઉઠે તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બંને યુવાનોની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં મિત્રો, સ્વજનો, ક્ષત્રિય સમાજ ના આગેવાનો, રાજકીય આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech