કેબીસી 12માં ચોથી મહિલા બનશે કરોડપતિ, ડોક્ટર નેહા શાહ હવે જીતશે 1 કરોડ

  • January 04, 2021 10:56 AM 1493 views

કૌન બનેગા કરોડપતિ 12માં ફરી એકવાર એક મહિલા કરોડપતિ બની છે. તે શોમાં આવેલી અને 1 કરોડ જીત્યા હોય તેવી ચોથી મહિલા છે. કૌન બનેગા કરોડપતિની ચોથી કરોડપતિ મહિલા ડોક્ટર નેહા શાહ છે. નેહા શાહ શોમાં અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરવાને લઈને પણ ચર્ચામાં છે. આ એપિસોડનો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન નેહા શાહના 1 કરોડ રૂપિયાના પ્રશ્નના સાચા જવાબની ઘોષણા કરે છે. 
 

આ પ્રોમો વીડિયોમાં અમિતાભ બચ્ચન સાથે નેહા મજાક-મસ્તી કરે છે તેની ઝલક પણ જોવા મળે છે. ત્યારબાદ નેહાને એપિસોડમાં 7 કરોડ રૂપિયાનો પ્રશ્ન પુછવામાં આવે છે. આ એપિસોડમાં નેહા અમિતાભ બચ્ચન માટે તેમની ફિલ્મ ડોનનું ગીત ગાતી પણ જોવા મળે છે. આ ગીતના જવાબમાં અમિતાભ બચ્ચને કહે છે કે, નેહાએ તેના પ્રિયપાત્ર માટે આ ગીત તૈયાર કર્યુ હશે. તો તેના જવાબમાં નેહા કહે છે કે તે વ્યક્તિ અમિતાભ બચ્ચન જ બની જાય... આ વાત પર અમિતાભ બચ્ચન કહે છે કે તો મારું શું થશે. આ પહેલા કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનમાં ત્રણ મહિલાઓ એક કરોડ રૂપિયા જીતી ચુકી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application