જામનગર-હાપાથી ઉપડતી, પસાર થતી ચાર ટ્રેન 16.5 સુધી જ દોડશે

  • May 08, 2021 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા-મુંબઈ ટ્રેન 9 મી મેથી દરરોજના બદલે મંગળ, બુધ, શુક્ર અને રવિવારે જ ચાલશે

કોરોના સંક્રમણે દેશ તેમજ રાજ્યને આર્થિક-શારીરિક અને માનસિક રીતે હતાહત કરી મુક્યું છે ત્યારે વૈસ્ટર્ન રેલવે દ્વારા જામનગર-હાપાથી ઉપડતી અને પસાર થતી 17.5થી ચાર ટ્રેનો રદ્ કરવામાં આવી છે તેમજ એક ટ્રેન મંગળ, બુધ, શુક્ર અને રવિવારે જ ચાલશે.

કોરોના સંક્રમણના પગલે યાત્રિકોની સંખ્યા ઘટવાથી જામનગર-હાપાથી ઉપડતી અને પસાર થતી ટ્રેનો રદ્ કરવામાં આવી છે, જેમાં હાપા-વિલાસપુર, પોરબંદર-કોચ્ચિવેલી, હાપા-મડગાંવ, પોરબંદર-સરાઈ રોહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ઓખા -મુંબઈ સેન્ટ્રલ (સુપર ફાસ્ટ ટ્રેન) આજથી મંગળ, બુધ, શુક્ર અને રવિવારે જ ચાલશે.

ટ્રેન નં.09239 હાપા-વિલાસપુર તા.8.5.21થી તથા ટ્રેન નં.09240 વિલાસપુર-હાપા તા.10.5.21થી રદ્ કરવામાં આવી છે. ટ્રેન નં.09262 પોરબંદર-કોચ્ચિવલી (સ્પેશિયલ ટ્રેન) તા.13.5 તથા કોચ્ચિવલી-પોરબંદર ટ્રેન નં.09261 તા.16મે સુધી ચાલશે.

ટ્રેન નં.02908 હાપા-મડગાંવ (ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન) તા.12.5.21 તથા  ટ્રેન નં.02907 મડગાંવ-હાપા  તા.14.5.21 સુધી ચાલશે.ટ્રેન નં.09263 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા (સ્પેશિયલ ટ્રેન) તા.8.5.21 સુધી તથા ટ્રેન નં.09264 દિલ્હી સરાઈ રોહિલા-પોરબંદર તા.10.5.21 સુધી જ ચાલશે.

ટ્રેન નં.02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ (સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન) તા.9.5.21થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ ટ્રેન દરરોજના બદલે ફકત મંગળ, બુધ, શુક્ર અને રવિવાર આમ અઠવાડિયાના ફકત ચાર દિવસ જ દોડશે.

કોરોના સંક્રમણના પગલે પશ્ર્ચિમ રેલવે દ્વારા ચાર ટ્રેનો  આ મહિનાના મધ્યેથી રદ્ કરવામાં આવી છે અને એક ટ્રેન કે જે રોજ ચાલતી હતી તે અઠવાડિયાના ફકત ચાર દિવસ ચાલશે. સ્વૈચ્છિક લૉકડાઉન, કોરોનાના ડરના લીધે યાત્રિકોના આવા-ગમન પર બ્રેક લાગી હોવાથી ટ્રાફિક ન મળતો હોવાના લીધે રેલવે દ્વારા ટ્રેનો રદ્ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય આગળની સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. તેમ રાજકોટ રેલવે વિભાગના અધિકારી અભિનવ જૈફ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS