મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબના પૂર્વ મુખ્ય સચિવને કિલનચીટ

  • January 13, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી મોદીએ વર્ષ ૨૦૨૨માં પંજાબની મુલાકાત લીધી હતી અને તે સમયે ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે પીએમ મોદી ના કાફલા સાથે મુસાફરી કરવા કોઈ અધિકારીને નિયુકત કરાયા ન હતા, જે માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી પેનલે આ કેસમાં અનિદ્ધ તિવારીને દોષિત ઠેરવ્યા હતા.

મુખ્યમંત્રી ભગવતં માને ૫ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં રાયના પૂર્વ મુખ્ય સચિવ અનિદ્ધ તિવારીને કલીનચીટ આપી છે. સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને એક કમિટીની રચના કરી હતી જેણે અનિદ્ધ તિવારીને દોષિત ઠેરવ્યો હતો.
એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી અંગેના અહેવાલની રાહ જોઈ રહી છે અને કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ભલ્લાએ પંજાબ સરકારને ત્રણ રિમાઇન્ડર મોકલી દીધા છે. પંજાબ સરકારે અત્યાર સુધીમાં માત્ર સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ઘટના રાયમાં ત્યારે બની યારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની હતા અને કોંગ્રેસની સરકાર હતી.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, કેન્દ્રના રિમાઇન્ડરના જવાબમાં, ભૂતપૂર્વ મુખ્ય સચિવ વિજય કુમાર જાંજાએ મે મહિનામાં અનિદ્ધ તિવારી વિદ્ધ કાર્યવાહી માટે મુખ્ય પ્રધાનને ૪ પાનાની નોંધ મોકલી હતી. આ સિવાય યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં તૈનાત એક અધિકારીએ અનિદ્ધ તિવારી પાસેથી જવાબ માંગ્યો તો
તેણે સમગ્ર દોષ પંજાબ પોલીસ પર નાખ્યો અને કહ્યું કે મુખ્ય સચિવ કાર્યાલય બ્લુ બુક મેન્ટેન કરતું નથી. બ્લુ બુક વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની મુલાકાત માટે પ્રોટોકોલ સૂચવે છે.

સુપ્રીમ કોર્ટ દ્રારા રચાયેલી પેનલે દોષિત ઠેરવ્યા હતા

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી પેનલે આ કેસમાં અનિદ્ધ તિવારીને દોષિત ઠેરવ્યા હતા. પેનલને જાણવા મળ્યું કે તેમણે વડાપ્રધાનના કાફલા સાથે મુસાફરી કરવા માટે કોઈ અધિકારીને નિયુકત કર્યા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application