ફુડ શાખાએ દિવાળી પહેલા વધુ 14 સ્થળોએથી સેમ્પલ લઇ લેબમાં મોકલ્યા

  • October 24, 2024 01:48 PM 

લુઝ પનીર, માવો, ચવાણું, ગુલાબજાંબુ, કચોરી સહિતની મિઠાઇને કરી ચેક : સતત ચોથા દિવસે પણ ફુડ શાખાનું ઓપરેશન


રાજય સરકારની સુચનાથી દિવાળીના દિવસો દરમ્યાન તમામ કોર્પોરેશન વિસ્તારમાં હોટલ, રેસ્ટેરન્ટો, મિઠાઇની દુકાન સહિતના અન્ય સ્થળોએ ચેકીંગની કાર્યવાહી કરવી તેવો પરિપત્ર આવ્યા બાદ મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સુચનાથી તા. 3 થી તા. 23 ઓકટોબર સુધીમાં અલગ અલગ સ્થળોએથી સેમ્પલ લઇને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા, લુઝ પનીર, માવો, ચવાણુ, ગુલાબજાંબુ, કચોરી સહિતની મીઠાઇ તથા ફરસાણના નમુના લેવામાં આવ્યા હતા.


લાલ બંગલા પાસે ગાયત્રી રેસ્ટોરન્ટમાથી બટેટાનું શાક લુઝ, ન્યુ ચેતના લંચ હોમમાથી મીકસ વેજીટેબલ લુઝ, હોટલ કલ્પના પનીર લુઝ, આતીથ્ય રેસ્ટોરન્ટ વાલકેશ્ર્વરીમાંથી, મીસ્ટર જેઠાલાલ રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ બંસી હોટલ, ફૌઝી પંજાબી ધાબા જુના રેસ્ટોરન્ટ, પેલેટ વેઝ ટ્રીટ રેસ્ટોરન્ટ લીમડાલાઇન, હોટલ સ્વાતી ત્રણ બતી રામડેરી રેસ્ટોરન્ટ, રેડચીલી પાર્સલ પોઇન્ટ સુપર માર્કેટ સામે આ તમામ સ્થળોએથી લુઝ પનીરના નમુના લેવામાં આવ્યા હતા.


આ ઉપરાંત બેડી ગેઇટ પાસેથી સિઘ્ધનાથ માવા સેન્ટર, ધર્મેશભાઇ માવાવાળા, જેન્તીભાઇ માવાવાળા, રણજીત રોડ પર દિલીપભાઇ માવાવાળા, ટાઉનહોલ પાસે કમલેશભાઇ માવાવાળા, 20 દિ.પ્લોટમા આવેલ અંબીકા ડેરી, 24 દિ.પ્લોટમાં આવેલ સદગુ ડેરી ફાર્મ આ તમામ સ્થળેથી લુઝ માવાના નમુના લેવામાં આવ્યા હતા. તા. 15 અને 16ના રોજ બેડીગેઇટ પાસે હરીઓમ ફરસાણ માર્ટમાથી સંગમ કતરી લુઝ, પંચેશ્ર્વર ટાવર પાસે નવકાર સ્વીટ માર્ટ કચોરી લુઝ, બેડી ગેઇટ પાસે હરીઓમ સ્વીટમાથી સેવબુંદી લુઝ, પંચેશ્ર્વર ટાવર પાસે મહાવીર ફરસાણમાથી મારવાડી સેવ લુઝ, પંચેશ્ર્વર ટાવર પાસે નવકાર સ્વીટ એન્ડ ફરસાણમાથી મગજના લાડુ લુઝ, હવેલી રોડ પર ઠાકર પેંડાવાલામાંથી બાસુંદી લુઝ, ઇન્દ્રપ્રસ્થમા આવેલ શીખંડ સમ્રાટમાથી ગોલ્ડમોર મિલ્ક સ્વીટ લુઝ, બેડી ગેઇટ પાસે સોન હલવા હાઉસમાથી લુઝ નાયલોન ચેવડો, રણજીત રોડ પર વાહેગુરુ સ્વીટ એન્ડ નમકીનમાથી લુઝ મિકસ ચવાણુ, પંચેશ્ર્વર ટાવર પાસે રવરાઇ ડેરીફાર્મમાથી ગુલાબકલી લુઝ, આણદાબાવા ચકલામા જૈન ફરસાણમાથી ચોરાફળી લુઝ અને હવેલી રોડ પર ઠાકર પેંડામાથી ગુલાબજાંબુ લુઝના નમુના લેવામાં આવ્યા હતા.


તા. 17ના રોજ લાલબંગલા પાસે આશિષ ગૃહ ઉધોગમાથી લુઝ કચોરી, માધવ પ્લાઝામા ગોવર્ધન ચેવડામાથી સાદી કચોરી અને ફરાળી કચોરી લુઝ, જય ભવાની સ્વીટ એન્ડ નમકીન જુના રેલ્વે સ્ટેશન પાસેથી સ્પે. કચોરી લુઝ, ઝુલેલાલ સ્વીટમાથી બટર સ્કોચ બરફી લુઝ, તિનબતી પાસે આશનદાસ સ્વીટમાર્ટમાથી વ્હાઇટ પેંડા લુઝ, લાલબંગલા પાસે આશિષ સ્વીટ નમકીન એન્ડ બેકર્સમાથી કચોરી લુઝ, જુના રેલ્વે સ્ટેશન પાસે જય ભવાની સ્વીટમાથી માવા કોકોનટ ગોલ્ડ, રણજીત રોડ પર ઓમકાર સ્વીટમાથી અંજીર થાબડી અને કચોરી. તા. 20ના રોજ શંકરટેકરીમાથી શકિત ઉધોગ દુધમાથી બનાવેલ માવો લુઝ અને મોરો માવો લુઝ, મોરકંડામાથી બાબુલાલ મીઠાઇવાળામાથી મીઠો માવો લુઝ અને સ્વીટ બરફી લુઝ નમુના લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી નિલેશ જાસોલીયા અને ડી.બી. પરમારે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application