દ્વારકાધીશ જગતમંદિરના શિખરે ધ્વજદંડ દુરસ્ત કરાયો

  • July 20, 2021 01:29 PM 

બાવન ગજની ધ્વજાજીનું આરોહણ પૂર્વવત થતાં ભાવિકો ગદ્દગદિત

યાત્રાધામ દ્વારકામાં ગત સપ્તાહે ગાજવીજ સાથેના વરસાદમાં મંદિરના શિખર પર વીજળી પડતાં ધ્વજદંડ ક્ષ્ાતિગ્રસ્ત થયો હતો જેના કારણે ધ્વજાજીનુું આરોહણ વૈકલ્પિક જગ્યાએ કરવામાં આવતું હતું.

તાજેતરમાં પુરાતત્વ વિભાગના સ્થાનીય અધિકારી એ.એસ.આઇ. શાહના માર્ગદર્શન હેઠળ 1પ જેટલા કારીગરો તેમજ ગુુગળી અને અબોટી બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ક્ષ્ાતિગ્રસ્ત બનેલાં ધ્વજદંડને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ધ્વજાજીના દંડને દુરસ્ત કરાયા બાદ મંદિરના શિખર પર પ્રાચીન પરંપરા અનુસાર ધ્વજાજીનું આરોહણ પૂર્વવત થયું હતું. દ્વારકાધીશ મંદિરના શિખરે બાવન ગજની ધ્વજાજીનું પૂર્વવત આરોહણ જોઇ ભાવિકો ગદગદિત થયા હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS