દ્વારકાના જગત મંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી

  • July 15, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે આકાશી વિજ ત્રાટક્યા બાદ લેવાયો નિર્ણય

    દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર પર મંગળવારે ભયાવહ વિજ ત્રાટકના બનાવ બાદ આ આકાશી વીજ જાણે મંદિરમાં સમાઈ ગઈ હોય તેમ કંઈ જ નુકસાન થયું નથી. જેને કાળીયા ઠાકોરની કૃપા માનવામાં આવે છે.

   આ વીજળી પડતા જગત મંદિરના શિખર પર આવેલા ધ્વજદંડ પરની ધ્વજાને નુકસાની થવા પામી હતી. આ સિવાય મંદિર કે આસપાસના વિસ્તારોમાં કોઈ જ નુકસાની સામે આવી નથી. આ પછી ગઈકાલે બુધવારે જગત મંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી હતી.

    આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિજત્રાટકથી ધ્વજદંડ કે આ સ્થળે રહેલી પાટલીને કેટલું નુકસાન પહોંચ્યું છે, તે મુજબ આગામી સમયમાં પૂર્વવત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે. દ્વારકાધીશજીને અબોટી બ્રાહ્મણ પરિવાર દ્વારા ધ્વજા ચઢાવવામાં આવે છે. જે અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS