જામનગર શહેર ભાજપની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી સભા યોજાઈ

  • July 06, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ પૂનમબેન માડમ, શહેર અઘ્યક્ષ ડો. વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારીની ઉપસ્થીતી

જામનગર શહેર ભાજપની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી યોજાઈ. જેમા વિવિધ ઠરાવો પસાર કરી વર્ચ્યુઅલ શહેર કારોબારીની કાર્યસૂચિ પ્રમાણે કામગીરી પરિપૂર્ણ કરવામાં આવેલ હતી. બેઠકમાંની શઆત સમૂહ ગાનથી કરવામાં આવેલ, તથા શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, તથા મેયર બીનાબેન કોઠારીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ જણાવેલ કે રાષ્ટ્રીય કારોબારી, પ્રદેશ કારોબારી,  શહેર - જિલ્લા કારોબારી અને મંડળ સ્તરે કારોબારી નું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રથમ લહેરમાં કુશળ શાસન કરતા મળ્યા છે. અમેરિકા જેવા દેશ જેની વસ્તી 30 કરોડની છે ત્યાં મૃત્યુ દર 5 લાખ થી વધુ છે, જયારે ભારત જેવા દેશ જેની વસ્તી 130 કરોડની છે છતાં મૃત્યુ દર અમેરિકા કરતા ઓછો છે. લોકડાઉંનનો યોગ્ય સમયે નિર્ણય કર્યો. યુદ્ધ ના ધોરણે પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ, આરોગ્યની સુવિધા ઉભી કરાઈ. જરૂરી નિર્ણયો કરી સમયનો સદુપયોગ કર્યો. અફાટ ને અવસરમાં પરિવર્તિત કરી. આશરે 400 વર્ષ પછી રામમંદિર નિમર્ણિનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં શક્ય બન્યું. કોઈ પણ પ્રકારની ખાનાખરાબી વગર કાશ્મીરમાં 370 અને 35એ હટાવી ઐતિહાસિક નિર્ણય કર્યોહતો.

પી.પી.ઈ કીટ - વેન્ટિલેટર વગેરે બહારથી આયાત કરવા પડતા, કોરોના કાળ દરમિયાન સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપતા, ભારત દેશ આ તમામ શંસાધનો એક્સપોર્ટ કરતો દેશ બન્યો. લોકડાઉંન દરમિયાન 900 જેટલી સ્પ્રે. ટ્રેનો ચલાવી અન્ય રાજ્યોના શ્રમિકોને તેમના ગામ પહોંચાડ્યા. 80 કરોડ લોકોને રાશન આપ્યું. ભારતીય જનતા પાર્ટી નો પ્રત્યેક કાર્યકર આ રાશન પ્રત્યેક જરૂરિયાતમંદને મળી રહે તેથી સક્રિય રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તથા ડે, સી.એમ નીતિનભાઈ પટેલ દ્વારા સંવેદનશીલ નિર્ણય કરાયો, અનાથ બાળકો માટે 4000 માસિક રકમ, અને 18 વર્ષ પછી વધુ ઉંમર પછી ભણવા માંગે તો ા. 6000 ની સહાયની યોજના અમલ માં મૂકી.

બીજી લહેરથી બચવા નિ:શુલ્ક વેક્સીન કાર્યક્રમ વેગવંતો બનાવ્યો, તથા પેઈજ પ્રમુખના માળખા થકી બુથ સ્તર સુધી માઈક્રો મેનેજમેન્ટ દવારા પ્રત્યેક નાગરિકને વેક્સીન અપાવી, આ તબ્બકે શહેર અધ્યક્ષએ જણાવેલ કે જામનગર તથા પોન્ડિચેરી બંને વેક્સીન કાર્યક્રમમાં અગ્રેસર છે, તે બાબતે શહેર અધ્યક્ષએ કાર્યકતર્ઓિને પણ આભાર વ્યક્ત કરેલ. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા એ વધુમાં જણાવેલ કે, 155 દેશ પૈકી જૂજ દેશોને કોરોનાની વેક્સીન બનાવવામાં સફળતા મળી. ભારતએ માત્ર 9 મહિનામાં કોરોનાની રસી બનાવી વેક્સીન મહાઅભિયાનની શરૂઆત કરેલ. અગાઉની વાત કરીયે તો પોલિયોની રસી ભારતમાં આવતા આવતા 20 વર્ષ લાગ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકતર્િ સતત લોકોની સેવામાં રહ્યો છે. માસ્ક વિતરણ - રાશન વિતરણ - ધાન - ઓક્સિજન વગેરે જરિયાત અપૂરતી હેતુ સતત સક્રિય રહ્યા છે. આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ કોરોના કાળ દરમિયાન લોકસેવાના સક્રિય રહેલ, મૃત્યુ પામેલ દિવંગતો અશ્વિનભાઈ છાપીયા, નિલેશસિંહ જાડેજા, ભરત મહેતા, કાંતિભાઈ રાઠોડ, વગેરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જામનગર શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા દ્વારા આગામી કાર્યક્રમોની વિગતો રજુ કરવામાં આવેલ જેમાં દર શુક્રવારે અભિયાસ વર્ગ, વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ, ત્રીજી વેવ માટે વોર્ડ દીઠ ટીમની રચના સહીતનાના કાર્યક્રમોનો સમાવિષ્ટ કરવામાં આવેલ. જામનગર શહેર  ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા દ્વારા રાજકીય ઠરાવોનું વાંચન કરવામાં આવેલ જેમા - માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 7 વર્ષના શાસનમાં થયેલ વિવિધ લોકકલ્યાણના કર્યો જેવા કે - ગરીબ કલ્યાણ યોજના, ફી વેક્સિનેશન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલ પ્રજાલક્ષી નિર્ણયો, રામમંદિર નિમર્ણિ, કાશ્મીર થી 370 કલમ હટાવ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. જામનગરના પુર્વ મેયર અમીબેન પરીખ દ્વારા ઠરાવને ટેકો આપવામાં આવેલ તથા તમામ રાજકીય ઠરાવોને જામનગર શહેર કારોબારી દ્વારા અનુમોદન આપવામાં આવેલ, બહાલી આપવામાં આવેલ.

જામનગર - દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ડિજિટલ પ્રેઝન્ટેશન સાથે ઉદબોધન કરવામાં આવેલ કે, નરેન્દ્રભાઈ મોદીના 7 વર્ષના શાસનમાં ગામ - ગામ અને શહેર શહેર સુધી કેન્દ્રની સહાય યોજનાઓનો લાભ પહોંચ્યો, પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સપના સ્વરૂપ અંત્યોદયની ભાવનાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાર્થક કરી. દરેક નાગરિકને બેન્ક ખાતામાં સહાયની નીતિથી એક એક પૈસો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો, 13 વર્ષ થી જે બિલ ખોરંભે ચડેલ હતું, તેવા જી.એસ.ટી બિલને પારીત કરી કરચોરી રોકવા નિર્ણયો કરાયા, આંતરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા એઇમ્સ, એરપોર્ટ, ડબલ ટ્રેક, ઇલેક્ટ્રિક સીટીના કામોને વેગવંત બનાવ્યા, 370 અનુચ્છેદ હટાવવાનો નિર્ણય ખુબ કપરો હતો, તે શક્ય બનાવયી અખંડ ભારતના શુત્ર ને સાર્થક બનાવ્યું. કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન પણ નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ માધ્યમો થકી કામગીરી ચાલુ રાખી સવિશેષ કામગીરી કરી આફતને અવસરમાં પરિણામિત કરી. જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુએ સભા સમાપન ઉદબોધનમાં સૌ કારોબારી સભ્યોને આભાર પ્રગટ કરેલ.

ભાજપ જામનગર શહેર કારોબારીમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, ડે. મેયર તપન પરમાર, દંડક કેતન ગોશરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, સહીત પૂર્વ અધ્યક્ષો, તમામ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓ, વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ, વોર્ડ પ્રભારીઓ તથા કોર્પોરેટરઓ. મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આઈ.ટી.તથા સોસીયલ મીડિયાના અશ્વિનભાઈ કોઠારી, કેયુર પટેલની જહેમત થી આ વર્ચુઅલ બેઠકને સફળ બનાવવામાં આવેલ. બેઠકનું સફળ સંચાલન શહેર ઉપાધ્યક્ષ વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<