પહેલી વાર કોઈ ટ્રાંસજેન્ડરે ટીવી પર વાંચ્યા સમાચાર, ઇતિહાસ રચતા જ આંખોમાંથી છલકાયા આનંદના આંસુ

  • March 09, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રથમ ટ્રાંસજેન્ડર ન્યૂઝ પ્રસ્તુતકર્તાએ ટેલિવિઝન પર ડેબ્યુ કર્યું હતું. તેમના શબ્દોના પડઘા દેશના તમામ લોકો સુધી પહોંચ્યા પછી અને કેમેરો બંધ થયા પછી સાથી સહયોગીઓએ તેને વધાવી લીધા. આ જોઈને તષ્ણુવા આનન શિશિરની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી. 
 

બાંગ્લાદેશમાં લગભગ 15 મિલિયન ટ્રાન્સજેન્ડર લોકો રહે છે. દેશમાં તેમની સાથે સતત ભેદભાવ કરવામાં આવે છે. ઉપરાંત, દેશમાં ટ્રાંસજેન્ડર લોકો સાથે થતી હિંસા પણ સામાન્ય છે. આ કારણોસર, ટ્રાંસજેન્ડર લોકોને ભીખ માંગીને શારીરિક વેપાર અને અપરાધની દુનિયાની છાયામાં રહેવા મજબૂર કરવામાં આવે છે. તષ્ણુવા આનન શિશીરે ખાનગી બોઇશાખી ટીવી પર ત્રણ મિનિટનું ન્યૂઝ બુલેટિન આપ્યું હતું. તે તેનો ખૂબ જ ખાસ અનુભવ હતો.
 

તષ્ણુવાનો જન્મ કમલ હુસેન શિશરના રૂપે થયો હતો. તેણીને તેની યુવાનીમાં જ ખબર પડી ગઈ હતી કે તે પુરુષ શરીરમાં કેદ થઈ ગઈ છે. આ પછી, તેણે તેમાંથી મુક્ત થવાનું અને ટ્રાંસજેન્ડર બનવાનું નક્કી કર્યું. તષ્ણુવાએ જણાવ્યું કે તેને વર્ષોથી જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. 29 વર્ષિય તષ્ણુવાએ કહ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મેં ચાર વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મારા પિતાએ વર્ષોથી મારી સાથે વાત કરી નહોતી. 
 

તષ્ણુવાએ કહ્યું કે જ્યારે હું પરિસ્થિતિનો સામનો કરી શકી નહી, ત્યારે મે ઘર છોડી દીધું. મારાથી સહન ન થઇ શક્યું એ કે લોકો મારા પિતાને કહેતા હતા કે મારે કેવી રીતે ચાલવું જોઈએ અને કેવી રીતે વાત કરવી. બાંગ્લાદેશના તટીય જિલ્લામાંથી ભાગી ગયેલા તષ્ણુવા રાજધાની ઢાંકા પહોંચ્યા અને અહીં રહેવા લાગ્યા. ત્યારબાદ તેઓ નારાયણગંજ સ્થાયી થઈ. અહીં તેણે હોર્મોન થેરેપી કરાવી. ત્યારબાદ તેણીએ ચૈરેટી અને થીએટરમાં કામ કરવાનું શરુ કર્યું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS