અગ્નિકાંડની ચર્ચા ન થવા દીધી; વિપક્ષની હકાલપટ્ટી

  • July 18, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે 11 કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આક્રમક બન્યા હતા અને પ્રશ્નકાળમાં વિપક્ષ કોંગ્રેસએ પૂછેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પ્રશ્નની ચચર્િ જ થવા દીધી ન હતી. સતત રીતે અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી રહેલા વિપક્ષના કોર્પોરેટરોની અંતે મેયરના આદેશથી માર્શલોએ સભાગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં
આવી હતી.

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે વંદે માતરમ ગાન બાદ મિટિંગની કાર્યવાહી શરૂ કરાઇ હતી પરંતુ મિટિંગના પ્રારંભે દસેક મિનિટ સુધી વિપક્ષના એક પણ કોર્પોરેટર જોવા મળ્યા ન હતા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે વશરામ સાગઠિયા સહિતના કોર્પોરેટરો અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને સાથે લઇ કચેરીમાં આવ્યા હોય પોલીસે તેમની અટકાયત કરી હતી, જો કે અટકાયત બાદ છુટકારો થતા તેઓ બોર્ડ મિટિંગમાં આવી પહોંચ્યા હતા.


પ્રશ્નકાળના પ્રારંભે પહેલા ક્રમે વોર્ડ નં.10ના ભાજપ્ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાએ પુછેલો પ્રશ્ન જેમાં હાલ સુધીમાં રાજકોટના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી તેની વિગતો માંગી હતી. દરમિયાન નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ તેમના પ્રશ્નનો એટલો વિસ્તૃત, તલસ્પર્શી અને સંપૂર્ણ

વિગતો સાથેનો જવાબ આપ્યો હતો તેની ચચર્મિાં જ 30 મિનિટ વીતી ગઈ હતી જેથી વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ બીજા ક્રમે રહેલો તેમનો અગ્નિકાંડનો પ્રશ્ન ચચર્મિાં લેવાની માંગ કરતા મેયરએ કહ્યું હતું કે પ્રથમ પ્રશ્નની ચચર્િ પૂર્ણ થયે જ બીજો પ્રશ્ન ચર્ચામાં આવશે.
બીજીબાજુ તમને વિકાસની વાતોમાં રસ નથી તેવા આક્ષેપોનો મારો ચલાવી ભાજપ્ના કોર્પોરેટરોએ કોંગ્રેસ ઉપર આક્ષેપોનો મારો શરૂ કર્યો હતો. દરમિયાન વશરામ સાગઠિયાએ મેયર ને એવું કહ્યું હતું કે તમે 50 વખત એકની એક કેસેટ વગાડો છો કે પહેલા પ્રશ્નની ચચર્િ પૂર્ણ થયે બીજો પ્રશ્ન ચચર્શિે પણ પહેલા પ્રશ્નની ચચર્િ પૂર્ણ ક્યારે થશે ? દરમિયાન વશરામ સાગઠિયાના આ ઉદગારોને મુદ્દો બનાવી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરએ વિપક્ષએ મહિલા મેયરનું અપમાન કર્યું...મેયર કેસેટ વગાડતા નથી... તે સભા અધ્યક્ષ છે અને આદેશ કરે છે.... સૂચના આપે છે...તેમ કહી વિપક્ષ ઉપર તડાપીટ બોલાવી હતી. આ વેળાએ ભાજપ્ના તમામ મહિલા કોર્પોરેટરો વેલ સુધી ધસી આવ્યા હતા અને ધમાલ મચાવી હતી. જ્યારે જયમીન ઠાકર સહિતના કોર્પોરેટરો સતત એવી માંગ કરતા રહ્યા હતા કે ચચર્મિાં ખલેલ કરવા બદલ તેમજ મહિલા મેયરનું અપમાન કરવા બદલ વિપક્ષના કોર્પોરેટરોની હકાલપટ્ટી કરવામાં આવે. અંતે મેયરએ માર્શલોને આદેશ કરી વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયા, કોમલબેન ભારાઇ અને મકબુલ દાઉદાણીને સભાગૃહમાંથી બહાર કાઢી મૂકીને હકાલપટ્ટી કરાવી હતી. જ્યારે આ મામલે વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે વિપક્ષની હકાલપટ્ટી કરીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યુ છે.]


અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અને મોદીને અભિનંદન આપવા ઠરાવ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અધ્યક્ષ સ્થાનેથી શોક ઠરાવ પસાર કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ગુજરાતના પ્નોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા તેમજ તેમના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારનું કેન્દ્રમાં શાસન આવતા કોર્પોરેટર કીર્તિબા રાણા દ્વારા કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામીના ટેકાથી રજૂ કરાયેલી દરખાસ્ત સવર્નિુમતે મંજુર કરાઇ હતી.


ફાયર બ્રિગેડ કમિટી ચેરમેન બોર્ડમાં ગેરહાજર
રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ કમિટીના ચેરમેન દિલીપ લુણાગરિયા આજે જનરલ બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા, તેમણે રજા રિપોર્ટ મુક્યો હતો. અગ્નિકાંડની ચચર્િ વેળાએ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણી પણ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. મહાપાલિકાના સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને લાવશે તેવી વાત વહેતી થઇ હતી, દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ અગમચેતી દાખવીને યુવા ભાજપ, મહિલા મોરચો તેમજ શહેર ભાજપ્ના વોર્ડ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોથી જ પ્રેક્ષક ગેલેરીની તમામ ખુરશીઓ ભરી દીધી હતી જેથી કોંગી કાર્યકરોના પ્રવેશને કોઈ અવકાશ રહ્યો હતો.

પેટા કમિટીમાં સભ્યોની નિમણૂક સવર્નિુમતે મંજૂર
કાયદો અને નિયમોની સમિતિના સભ્યની ખાલી પડેલ જગ્યા પર બાકી રહેતી મુદ્દત માટે સભ્ય કંકુબેન કાનાભાઈ ઉઘરેજાને તેમજ વોટર વર્કસ સમિતિ તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના સભ્યની ખાલી પડેલ જગ્યા પર બાકી રહેતી મુદ્દત માટે સભ્ય દક્ષાબેન નટુભાઇ વાઘેલાને નિયુક્ત કરવાનું સવર્નિુમતે મંજુર કરાયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application