25 વર્ષથી બોલિવુડ પર રાજ કરી રહેલી અભિનેત્રીને અપાશે સન્માન
બોલીવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક કરીના કપૂરની ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. હવે કરીના કપૂર પ્રથમ એવી અભિનેત્રી બનશે, જેના નામ પર ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે.
બોલિવુડની કરિના કપૂર પોતાની એક્ટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. કરીના કપૂરને ફિલ્મી દુનિયામાં 25 વર્ષ પૂર્ણ થયા છે, કરીના કપૂર બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ ફિલ્મ આપનાર અભિનેત્રીઓમાંથી એક છે. જે 2 દશકથી લાંબા કરિયર સાથે આજે મોટી ફેન ફોલોઈંગ સાથે ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલી છે. હાલમાં તેની ફિલ્મ ધ બર્કિંધમ મર્ડર્સ થિયેટરમાં રિલીઝ થઈ છે. આ સાથે તેમણે પોતાના કરિયરમાં એક મોટી સફળતા પણ મેળવી છે. તેમણે બોલિવુડમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે.
આ ઉપલબ્ધિનો જશ્ન મનાવવા માટે પીવીઆર સિનેમાએ તેના નામ પર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
આ મલ્ટી સિટી ફિલ્મ ફેસ્ટિવલના શાનદાર કરિયરને રજુ કરવામાં આવશે. ફરી એક વખત મોટા પડદા પર તેના કેટલાક પાત્રને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતમાં કોઈ પણ અભિનેત્રી માટે આ પહેલી વખત છે. કે તેના નામે ફિલ્મ ફેસ્ટિવલ હોય. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન એવા 2 સ્ટાર છે જેને પહેલા જ ફિલ્મ ફેસ્ટિવલ સમર્પિત કરવામાં આવ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કરીના કપૂરની સૌથી પસંદગીની ફિલ્મો અને પાત્રની ક્લિપ સામલે હશે. કભી ખુશી કભી ગમ, પૂ, જબ વી મેટ ગીતો પણ સામેલ હશે.
કરીના કપૂરની હિટ ફિલ્મો
કરીના કપૂરે વર્ષ 2000માં જેપી દત્તાની ફિલ્મ રેફ્યુઝીથી પોતાના અભિયાનની શરુઆત કરી છે. ત્યારથી 50થી વધારે ફિલ્મ આપી ચૂકી છે.
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનાર સમયમાં મશહુર નિર્દેશક મેધના ગુલઝારની નવી ફિલ્મ દાયરામાં જોવા મળશે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન પણ છે. સિંધમ અગેનમાં અજય દેવગણ , અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર , ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. તમને જણાવી દઈએ કરીના કપૂર 2 બાળકોની માતા છે. આજે પણ બોલિવુડને હિટ ફિલ્મો આપી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech