ખ્યાત ફિલ્મ નિર્માતા ૫ ફિરોઝ નડિયાદવાલાએ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફિલ્મ 'હેરા ફેરી'ના કોપીરાઈટ અને રિમેક અધિકારી અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેમના કાનૂની
અધિકારો છીનવી લેવા અને તેમની પાસેથી કરીડી રૂપિયા પડાવી લેવા માટે મિલીભગત કરી છે.
નડિયાદવાલાના મતે, સુપરહિટ ફિલ્મ 'હેરા ફેરી' (૨૦૦૦) મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ’ (૧૯૮૯) પર આધારિત છે. ફિરોઝનો દાવો છે કે
ફિરોઝ નડિયાદવાલાએ લગાવ્યો કરોડોની છેતરપિંડીનો આરોપ
તેમણે ૨૦૦૦માં મેસર્સ કોમ્પેકટ ડિસ્ક ઈન્ડિયા લિમિટેડના સુરેશ કુમાર સિંઘલ પાસેથી હિન્દી અને અન્ય ભાષાઓમાં (દક્ષિણ ભારતીય ભાષાઓ સિવાય) ફિલ્મના રિમેક અધિકારી કાયદેસર રીતે ૪૫૦,૦૦૦માં ખરીદ્યા હતા.
ફિરોઝ નડિયાદવાલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૦૦માં ફિલ્મ રિલીઝ થાય તેના માત્ર સાત દિવસ પહેલા, કેટલાક વ્યક્તિઓએ તેમના પર દબાણ કરીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “તે સમયે, ફિલ્મમાં નોંધપાત્ર રોકાણ વઈ ચૂક્યું હતું, તેવી કોર્ટે મારા પક્ષમાં સ્ટે ઓર્ડર આપ્યો હોવા છતાં, બદનક્ષી અને
નુકસાનના ડરથી મને ચુકવણી કરવાની ફરજ પડી હતી.
ફરિયાદ મુજબ, હવે, ૨૫ વર્ષ પછી, એક નવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ફિરોઝે આરોપ લગાવ્યો હતો કે મૂળ ફિલ્મના માલિકો (સિદ્દીક કે.એલ. અને એમ. પોલ માઈકલ), અધિકારો વેચાઈ ગયા હોવા છતાં, ૧૨ મે, ૨૦૨૨ ના રોજ ગોપાલા પિલ્લઈ વિજયકુમાર (મેસર્સ સેવન આર્ટ્સ ઈન્ટરનેશનલ) ને ફક્ત ૩ લાખની નજીવી રકમમાં અધિકારો ફરીવી વેચી દીધા. ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૪ માં, તેમને તેમની ફિલ્મ 'ફિર હેરા ફેરી' (૨૦૦૬)ને ગેરકાયદેસર જાહેર કરતી
કાનૂની નોટિસ મળી હતી. વાદીઓએ ૬૦ લાખ અને ફિલ્મના ફૂલ નફામાંથી ૨૫% હિસ્સો માંગ્યો હતો.
નડિયાદવાલાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે વાદીઓ તેમની કંપનીની જાહેર સૂચિ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. અક્ષય કુમાર, સુનીલ શેકી અને પરેશ રાવલ જેવા મોટા સ્ટાર્સના નામનો ઉપયોગ કરીને તેમના વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જેનાવી તેમની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત પક્ષોને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.