જામનગરમાં હિન્દુ સેના દ્વારા બહેનોને દેખાડાઇ ફિલ્મ ‘ધ કેરેલા સ્ટોરી...’

  • May 06, 2023 11:03 AM 

જામનગરમાં હિન્દુ સેના દ્વારા લવ જેહાદ માટે જંગ છેડી છે, જેના અનુસંધાને તા. 5.5.2023ને શુક્રવારના જામનગરના એક મલ્ટીપ્લેક્સમાં હિન્દુ સમાજની  બહેનોને ફ્રીમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મ જોવા માટે હિન્દુ શેરની તરીકે પ્રચલિત કાજલબેન હિન્દુસ્તાની, મેયર બિનાબેન કોઠારી, આર.એસ.એસ.ના વ્રજલાલ પાઠક, હિન્દુ જાગરણ મંચના ભરતભાઇ ફલીયા અને પ્રવિણાબેન રૂપડીયા પણ આ ફિલ્મ જોવા હિન્દુ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ ફિલ્મ જોવા માટે શહેરની 2273 જેટલી બહેનોના ફોન આવ્યા હતા, પરંતુ ટોકીઝની ક્ષમતા 300 સીટની જ હતી. છતા પણ બહેનોએ સીટ ન મળતા નીચે બેસીને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ  જોવા આવેલા બહેનોને હિન્દુ સેના દ્વારા જાગો હિન્દુ જાગોની પત્રિકાનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મ જોવા આવનાર જામનગરની તમામ બહેનોનો હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application