એક શરાબી પિતાને પોર્ન વીડિયો જોવાની એટલી ખરાબ લત લાગી ગઈ હતી કે તેણે તેની 12 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો ક્રૂર પિતાએ તેને મારી નાખ્યો. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીનો પરિવાર તાજેતરમાં જ તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી હૈદરાબાદના મિયાપુરમાં રહેવા આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે 7 જૂને તેની 12 વર્ષની પુત્રીએ કહ્યું કે તે મહેબુબાબાદ પરત ફરવા માંગે છે. ત્યારે તેના પિતા તેને તેની માતા પાસે લઈ જવાનું કહીને સવારે લગભગ 10:00 વાગ્યે ત્યાંની કરિયાણાની દુકાનમાંથી તેને ઉપાડી ગયો હતો. આરોપી સીસીટીવી કેમેરામાં તેની કાર નિર્જન વિસ્તારમાં પાર્ક કરીને તેની પુત્રીને જંગલમાં લઈ જતો જોવા મળ્યો હતો. તેણે કથિત રીતે તેની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે પોર્નની લત ધરાવતો આરોપી તેની પુત્રી સાથે એક સીન કરવા માંગતો હતો. જોકે, યુવતીએ બૂમો પાડીને તેની માતાને કહી દેવાની ધમકી આપી હતી. મિયાપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાએ તેની પુત્રીને જમીન પર ધક્કો માર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ અને લોહી વહેવા લાગ્યું. આ પછી તેણે તેને પથ્થર વડે માર્યો અને તેને મરવા માટે છોડી દીધી હતી.
બરાબર 11 મિનિટ પછી, આરોપી પિતા છોકરી મરી ગઈ છે કે નહીં તે જોવા માટે પાછો આવ્યો. આ પછી તે ત્યાંથી પોતાના ઘરે પાછો ગયો. તેણે પોતાનો લાલ શર્ટ સફેદ શર્ટમાં બદલ્યો અને તેની પત્નીને કહ્યું કે તેમની પુત્રી ગુમ છે. તેણે તે જ દિવસે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પોલીસને તેની પુત્રીને શોધવા વિનંતી કરી.
13 જૂને મિયાપુરના જંગલમાંથી એક સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું. ફૂટેજમાં જોવામાં આવ્યું હતું કે આરોપી તેની પુત્રી સાથે જંગલમાં ઘૂસ્યો અને એકલો નીકળી ગયો. તપાસમાં આરોપીએ પોતાની પુત્રીની હત્યાની કબૂલાત કરી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech