પિતાએ દીકરીના માથા પર ફિટ કરાવ્યો સીસીટીવી કેમેરા, સતત રાખે છે નજર

  • September 12, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં ઘણી અજીબોગરીબ વસ્તુઓ જોઈ હશે પરંતુ પાકિસ્તાનમાં જે જોવા મળે છે તે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં ક્યારેક અનોખા લગ્ન જોવા મળે છે તો ક્યારેક અનોખા જોક્સ. આ સમયે સોશિયલ મીડિયા પર જે જોવા મળી રહ્યું છે તે ભાગ્યે જ જોવા મળ્યું છે.


દરેક પિતા પોતાની દીકરીને સુરક્ષિત રાખવા માંગે છે. આ માટે જે પણ વ્યવસ્થા કરી શકાય તે કરે પણ છે. જોકે એક પાકિસ્તાની પિતાએ પોતાની દીકરીની સુરક્ષા માટે જે કર્યું તે આશ્ચર્યજનક છે. ભાગ્યે જ ક્યારેય કોઈની સુરક્ષા આ રીતે થતી જોઈ હશે. અહીં પિતાએ પુત્રીના માથા પર સીસીટીવી કેમેરા ફીટ કરી દીધો છે.


વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે કે એક છોકરી માથા પર સીસીટીવી કેમેરા લઈને ચાલી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવે છે કે તેના માથા પર કેમ કેમેરા લગાવ્યો છે, તો છોકરી કહે છે કે તેના પિતાએ તે કેમેરાને લગાવ્યો છે જેથી તે તેના પર હંમેશા નજર રાખી શકે. તે માત્ર કેમેરો માથા પર રાખીને ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ તે એમ પણ કહે છે કે તેને તેનાથી કોઈ સમસ્યા નથી.


વીડિયોને માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર @ikpsgill1 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકોએ રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યું- આટલા ડિજિટલ ન બનો. જ્યારે એક યુઝરે કહ્યું- બાપ હોય તો આવો!




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application