જૂનાગઢ મહાનગરપાલિકાની 13 વોર્ડની ચૂંટણીમાં આજે પ્રચાર પડઘમ શાંત થયા છે .આવતીકાલે શહેરના 251 મતદાન બુથ પર મતદાન યોજાશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મતદાન પૂર્વે વોર્ડ નંબર 3,14 બે વોર્ડની આઠ બેઠક કબજે કરી લીડ મેળવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપ્ને ટેકો આપ્યો છે. આવતીકાલે શહેરના 13 વોર્ડમાં 251 મતદાન બુથ પર 2,29,116 મતદારો મતદાન કરશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, એ આઈ એન એન એમ, અપક્ષ સહિતના 157 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સૌથી વધુ વોર્ડ નંબર 4 મા 17 ઉમેદવારો, જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 2 માં8 ઉમેદવારો નોંધાયો છે. ઉમેદવારી પત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા વિવિધ વિસ્તારોમાં ભજીયા, પાઉભાજી ગાઠીયા સહિતની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસોમાં તો જ્ઞાતિ વાઇઝ બેઠકો અને કાર્યક્રમોનો ધમધમાટ જોવા મળ્યો હતો. આજથી પ્રચાર પડઘમ શાંત થયા છે તેમ છતાં પણ આજે કતલની રાત હોવાથી રાત ભર રાજકીય પક્ષો અને આગેવાનો પોતાની જીત મેળવવા માટે ચોકઠા ગોઠવશે. અને મતદારોને રીઝવવા માટે દોડધામ કરશે. જોકે અત્યાર સુધીમાં યોજાયેલી બેઠકો અને મીટીંગોમાં ઉપસ્થિત રહેલા મતદારોનું ઉમેદવારો મન કળી શક્યા નથી. જેથી ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે. આવતીકાલે મતદાન હોવાથી આજે સવારે જુનાગઢ મહાનગરપાલિકાના 13 વોર્ડના ઇવીએમ અલગ અલગ ચાર સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા હતા આજે વિવેકાનંદ હાઇસ્કુલ, અંધશાળા, બહાઉદીન કોલેજ , એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ , એમ ચાર સ્થળોએ સવારથી જ પ્રિસાઇડિંગ ઓફિસર અને ફરજ પરના કર્મચારીઓ પહોંચી ગયા હતા.સવારથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ મતદાન બુથ પર સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન ફરજ પર રહેલા કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા અને ખાનગી બસ સહિત કુલ 62વાહનોમા પોલીસની ટીમ સાથે રહી બુથ ખાતે ઇવીએમ રાખવામાં આવ્યા છે. આવતીકાલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ હોવાથી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમુક વોર્ડમાં ત્રિ પાંખીયો તો અમુક વોર્ડમાં પાંચ પાંખિયો જંગ પણ જોવા મળશે. ભાજપ દ્વારા પૂર્વ મૈયર, પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર, ભાજપ્ના વર્તમાન પાંચ મંત્રીઓ, તો કોંગ્રેસ દ્વારા પૂર્વ મૈયરના પત્ની, શહેર કોંગ્રેસ પ્રમુખ, સહિતના અનેક ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે ત્યારે આવતીકાલે મતદારો 157 ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં કેદ કરશે. મતદાન બુથ પર એસપી જાડેજાના માર્ગદર્શન અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નિદર્શન નીચે એ,બી,સી, તાલુકા ટ્રાફિક એલસીબી,એસઓજી સહિતની ટીમનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ઉમેદવારોના બદલે નોટા વિકલ્પ
કેટલાક કિસ્સાઓમાં મતદારો ઉમેદવારોને પસંદ કરતા નથી જેથી લોકશાહીમાં મતદાર જ સર્વોપરી હોય છે .મતદારોને ઉમેદવાર પર પસંદગી ઉતારવી ન હોય તો નોટા નું પણ વિકલ્પ આપી શકે છે. પણ મત અવશ્ય કરી મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે.એક મતદાર ચાર મત આપી શકશે
સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદારો એક જ મત આપતા હતા પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચાર ઉમેદવારો હોવાથી મતદારોએ ચાર મત આપવાના રહે છે. મતદારોએ પોતાની પસંદગીના ચાર ઉમેદવારો નો વિકલ્પ પસંદ કયર્િ બાદ નીચે રજીસ્ટરનું બટન દબાવ્યા બાદ જ તેનો મત નોંધાશે.
મતદાન મથક ખાતે એસઆરપી સહિત 1400 થી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. મનપા નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક માટે 3.71 લાખ મતદારો મતદાન કરશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લ ામાં એએસપી, ડીવાયએસપી, એસઆરપી સહિત 1404 પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે ખડે પગે રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકા, છ નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની ચૂંટણી માટે 396 મતદાન કેન્દ્રો ખાતે મતદાન યોજાનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લ ામાં તમામ બુથ ખાતે ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આઇજી નીલેશ ઝાંઝઙીયા, એસ.પી જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લ ામાં મતદાન પ્રક્રિયા દરમિયાન એસપી ,4 ડીવાયએસપી, બે એએસપી,24 પીઆઇ, 65 પીએસઆઇ,1111 જી આર ડી ,હોમગાર્ડ જવાન સહીત 1400થી વઘુ પોલીસ કર્મી ખડે પગે રહેશે.જૂનાગઢ શહેરના 16 અને ચોરવાડ નગરપાલિકાના 22 મળી 38અસંવેદનશીલ મતદાન મથકો ખાતે 35 એસઆરપી જવાનો સ્ટેન્ડ બાય રહેશે.
વોર્ડ નંબર 4 અને 10મા 2 ઇવીએમ રખાશે
મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાનાર છે. તમામ કર્મચારીઓને ઈવીએમ ફાળવણી કરવામાં આવી છે. એક ઈવીએમમા વધીને 15 ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 4 મા્17 અને વોર્ડ નંબર10મા 15 ઉમેદવારો હોવાથી તે બંને વોર્ડમાં રહેલા મતદાન મથકમાં 2 ઇવીએમ રાખવામાં આવશે.
જિલ્લાની છ નગરપાલિકાના 1.42 લાખથી વધુ મતદારો
જુનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લ ામાં વંથલી, માણાવદર, બાટવા, વિસાવદર, ચોરવાડ, માંગરોળ, વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક પર મતદાન થનાર છે. સાતેય બેઠકો મળી કુલ 1,42,362 મતદારો મતદાન કરશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે માંગરોળ, વંથલી, ચોરવાડ અને વિસાવદર નગરપાલિકામાં ખરાખરીનો જંગ જામશે. છ નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની બેઠક માટે 140 મતદાન કેન્દ્રો ખાતે રિઝર્વ સહિત 240 ઇવીએમ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચાડવામાં આવ્યા હતા.
ચોરવાડમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે હાઈ વોલ્ટેજ જંગ
ચોરવાડ નગરપાલિકામાં અત્યાર સુધી તો કોંગ્રેસનું શાસન હતું અને વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના પત્ની જલ્પાબેન પ્રમુખ પદ તરીકે હતા. આ વર્ષે ચોરવાડ નગરપાલિકાની બેઠક હાઈ હોલ્ટેજ જંગ સમાન છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ હોમ ટાઉન માં જ નગરપાલિકાની ચૂંટણી માટે કમર કસી છે. તો બીજી તરફ ચોરવાડ નગરપાલિકા ફરી કબજે કરવા વેરાવળ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ પણ તેના પત્ની જલ્પાબેન સાથે ઉમેદવારી કરી છે જેથી રાજેશભાઈ અને વિમલભાઈ વચ્ચે ચોરવાડ નગરપાલિકા કબજે કરવા ખરાખરીનો જંગ જામશે.લોકસભાની ચૂંટણીમાં ભાજપ્ના સાંસદ રાજેશભાઈની જીત થઈ હતી પરંતુ ચોરવાડ નગરપાલિકામા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને વધુ મત મળ્યા હતા. તેથી આ વખતે ચોરવાડની પ્રજા કોના તરફ મતદાન કરશે તે મત પેટી બાદ જ ખ્યાલ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech