ભાવનગરના બુધેલ નજીક વેપારી પર હુમલો કરી વાહનને નુકશાન પહોંચાડ્યું હતું. એકાદ વર્ષ પહેલા વેપારીની ફોરવ્હીલ કાર તેના મિત્રો વાપરવા માટે લઇ ગયેલ અને એક્સીડેન્ટ કરીને નુકસાન કરેલ હતુ. અને જે તે વખતે આપવાનો જણાવેલ અને આજદિન સુધી ખર્ચો આપેલ નહી. અને ફોરવ્હીલનો ખર્ચો માંગતા જેનુ મનદુખ રાખી બન્ને શખ્સો વેપારીના ઘરે આવી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને છુટા પથ્થરના ઘા કરી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી ફોરવ્હીલમાં નુકસાન કરી નાસી છૂટ્યાની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ પાસે વેપારી પર હુમલો કરાયાની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વરતેજ પોલીસ મથક ખાતે પૃથ્વીરાજભાઈ ભુપતભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦ ધંધો, વેપાર રહે.બુધેલ તગડી રોડ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, બુધેલ ગામે રાજશક્તિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવી બેન્ટોનાઇટ માટીનો વેપાર કરે છે. આશરે એકાદ વર્ષ ફરિયાદીની ફોરવ્હીલ કાર નંબર જીજે ૩૬ આર ૧૦૬૪ બેન્ટોનેટ માટીના ધંધામા સાથે સંકળાયેલ અરવિંદભાઇ વશરામભાઇ ચારોલીયા બુધેલ વાળાને વાપરવા માટે આપેલ હતી. જે ફોરવ્હીલ કારનું એક્સીડેન્ટ કરીને નુકસાન કરેલ હતુ. અને જે તે વખતે નુકસાન ભરપાઈ કરવાનો અરવિંદભાઇએ વાયદો આપેલ હતો. ત્યારે પૃથ્વીરાજભાઈ ફોરવ્હીલ નંબર જીજે ૦૪ ઈઈ ૬૭૮૨ ઘરકામ સબબ વાપરવા માટે લાવેલા હતા. તેઓ તથા તેના મિત્ર હરેશભાઇ વાઘેલા બંન્ને સાંજના ચારેક વાગ્યે બુધેલ તગડી રોડ પર આવેલ વેલનાથ હોટલે ઉભા હતા. ત્યારે બુધેલ ગામના અરવિંદભાઇ વશરામભાઇ ચારોલીયા તથા હરેશભાઈ રણછોડભાઈ રાઠોડ બંન્ને ત્યાંથી નિકળતા બંન્ને જણાને ઉભા રખાવીને અરવિંદભાઇએ આજથી એકાદ વર્ષ પહેલા મારી ફોરવ્હીલ કારમાં નુકસાન કરેલ હોય જેનો ખર્ચ તેની પાસે માંગતા તેઓને સારૂ લાગેલ નહી, અને ફરિયાદી સાથે માથાકુટ ઝઘડો કરીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દેવા લાગેલ અને ખર્ચો નથી આપવો તેમ કહીને જતા રહેલ હતા.
ત્યારબાદ રાત્રીના સમયે ઘરના તમામ સભ્યો ઘરે હાજર હતા. તે વેળાએ આશરે નવેક વાગ્યાના સુમારે અમારા ગામના અરવિંદભાઇ વશરામભાઇ ચારોલીયા હાથમા ટોમી લઇને તથા હરેશભાઇ રણછોડભાઈ રાઠોડ બંન્ને જણાઓ મોટર સાઇકલ લઈને ઘરની બહાર આવીને જેમફાવે તેમ ભુંડાબોલી દેવા લાગેલ હતા. અને હરેશભાઈ તથા અરવિં દભાઈ બંન્નેએ પથ્થરના છુટા ઘા કરી મુંઢ ઇજા પહોંચાડી હતી. હતી. તેમજ તેઓના પિતાને પથ્થર વાગી જતા મુંઢ ઇજા થયેલ હતી. જેથી બંન્ને દોડીને ઘરની અંદર જતા રહેલ હતા. અને આ લોકોએ ફળીયામા પડેલ ફોરવ્હીલ પર છુટા પથ્થર ફેકીને પાછળનો કાચ તોડી નાખેલ હતો. અને જતા જતા જોર જોરથી ભુંડાબોલી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. અને ત્યારબાદ થોડીવાર પછી પાછળથી અરવિંદભાઇ ચારોલીયાનુ ઉપરાણુ લઈને તેના પત્ની ભારતીબેન અરવિંદભાઈ હાથમા ધોકો લઇને તથા તેના બાપુજી વશરામભાઈ નાકુભાઈ તથા માતા મધુબેન વશરામ ત્રણેય લોકોએ ફરિયાદીના ઘર પાસે આવીને પથ્થરના છુટા ઘા કરીને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપીને તમામ જતા રહ્યા હતા. જેથી કારને મોટી નુકશાની પહોંચી હતી. બનાવ મામલે પૃથ્વીભાઈએ વરતેજ પોલીસમાં તમામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech