રાજકોટમાં અફડાતફડીના માહોલ વચ્ચે મેળો પૂરો: તત્રં સામે રોષ

  • September 11, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે અફડાતફડીના માહોલ વચ્ચે છ દિવસનો લોકમેળો પૂરો થઈ ગયો છે. મેળા માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે પાંચ દિવસ મેળો યોજાશે તેમ કહેવાયું હતું પરંતુ છેલ્લે તેમાં એક દિવસનો મુદત વધારો થશે તે વાત ઓપન સિક્રેટ હતી. દરરોજ રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલતો મેળો ગઈકાલે એકાએક રાત્રે ૯:૦૦ વાગે પૂરો કરી દેવાતા ભારે અફડાતફડી અને દોડધામ મચી જવા પામી હતી.


ગઈકાલે રાત્રે મેળાની અંદર રહેલા નગરજનોને નવ વાગ્યાથી બહાર કાઢવાનું શ કરી દેવાયું હતું.તો મેળામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર રાત્રે ૮:૩૦ વાગ્યાથી જ બેરીકેટ મૂકી દેવામાં આવી હતી અને લોકોને પ્રવેશ અપાતો ન હતો. આ પરિસ્થિતિના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એરપોર્ટ ફાટકની આસપાસ પાકિગની વ્યવસ્થા હોવાના કારણે ત્યાં તો એકાદ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.


મેળાના પાંચે પાંચ દિવસ રાત્રીના બાર વાગ્યા સુધી લોકોએ મજા માણી હતી. પરંતુ છેલ્લા દિવસે તંત્રએ કોઇ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર ૯:૦૦ વાગે મેળો બધં કરી દેતા આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશી આ માટે સુપ્રીમ કોર્ટના આદેશની અમલવારીનું બહાનું આગળ કરે છે. પરંતુ પાંચ દિવસ આ પ્રકારનો આદેશ કયાં ગયો હતો તેવા સવાલો પણ લોકો રોષ ભેર ઉઠાવી રહ્યા છે.


ગઈકાલ પછી આજે સવારે પણ આવા જ દ્રશ્યો રેસકોસ રીંગરોડ અને તેની આસપાસના વિસ્તારોમાં છેક બહત્પમાળી ભવન સુધી જોવા મળ્યા હતા. સ્ટોલ ધારકો અને પાથરણાવાળાઓને મેળાનું મેદાન ખાલી કરાવાતા રોડ પર રમકડા અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ શ કરી દેવાયું હતું. ઉઠતી બજારે 'રાસ્તે કા માલ સસ્તે મેં' જેવો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આવા ધંધાર્થીઓને અને માલ ખરીદનારાઓને ખદેડવા પડા હતા.મેળાનું મેદાન મોટાભાગે ખાલી થઈ ગયું છે પરંતુ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે સાંજ સુધીમાં યાંત્રિક રાઇડ નીકળી ગયા પછી મેળાના મેદાનમાં સફાઈ ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application