ડો. મનમોહનસિંહને નાણામંત્રી અને વડાપ્રધાન બનાવવાનો રોમાંચક ઘટનાક્રમ

  • December 27, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડો. મનમોહનસિંહને નાણામંત્રી અને વડાપ્રધાન બનાવવાનો રોમાંચક ઘટનાક્રમડો. મનમોહનસિંહની રાજકારણમાં આવ્યા એ પાછળની કહાણી અતિશય દિલચસ્પ છે. આ ૧૯૯૧ના ઉનાળાની વાત છે. એ સમયે ભારતમાં એવી ઘટનાઓ ઘટી હતી કે જેવી કોઈ રાજકીય થ્રિલર ફિલ્મમાં બનવી જોઈએ. ડો. સિંહ આ બધી ઘટનાઓને નજરે જોનારા સાક્ષી હતા.
ચંદ્રશેખરની સરકાર પડી અને આ પછી લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પછી નરસિંમ્હારાવ વડા પ્રધાન બન્યા. આ દિવસોમાં ભારત નાદારીની અણી પર હતું. ભારતની તિજોરીમાં વિદેશમાંથી બળતણ, ખાતર અને અન્ય ચીજવસ્તુઓ આયાત કરવા માટે માત્ર બે અઠવાડિયાં પૂરતું વિદેશી હંડિયામણ જ હતું.
એક તરફ અખાતના દેશોમાં યુદ્ધના કારણે તેલના ભાવ આસમાને આંબી રહ્યા હતા. તો બીજી તરફ ભારતના નબળા આર્થિક વ્યવસ્થાપનને કારણે ૧૯૯૦ના દાયકાની શઆતમાં નાણાકીય કટોકટી આવી હતી. તેના કારણે વિદેશમાંથી કોઈ લોન ન મળી. પછી બે અઠવાડિયાં પછી પણ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક આફ ઈન્ડિયા સમક્ષ પ્રશ્ન ઊભો થયો કે દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચલાવવી. બિનનિવાસી ભારતીયોએ પણ ભારતમાંથી ૯૦૦ મિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું હતું.
જો વિદેશી હંડિયામણની વ્યવસ્થા ન કરાઈ હોત તો જુલાઈ ૧૯૯૧ પછી દેશની આયાત બધં થઈ ગઈ હોત. તત્કાલીન વડા પ્રધાન નરસિંમ્હા રાવને સમજાયું કે દેશ સામેની આર્થિક વિપત્તિને ઉકેલવા માટે વિશેષ અર્થશાક્રીની નિમણૂક કરવાની જર છે. તેમણે તરત જ નાણામંત્રીપદ માટે ઉમેદવાર શોધવાનું શ કયુ. તેઓ એ પણ જાણતા હતા કે હવે આ પદ પર રાજકારણની બહારના કોઈ વ્યકિતની નિમણૂક થવી જોઈએ. તેમની સામે બે નામ આવ્યાં. એક હતા આઈ. જી પટેલ અને બીજા હતા ડો. મનમોહનસિંહ. આઈજીના માતાની તબિયત ખરાબ હોવાથી તેમણે આ પદ સંભાળવાનો ઇનકાર કર્યેા અને ડો.મનમોહનસિંહને નાણામંત્રી બનાવવાનું નક્કી થયું. નરસિમ્હારાવની એ હિમત હતી કે કોઈ રાજકારણીને બદલે નાણામંત્રી બનાવે.
નરસિંમ્હા રાવ ડો.મનમોહનસિંહના નામ પર લાગેલી મહોરની જાણકારી સી. અલેકઝાન્ડરને આપી. અલેકઝાન્ડર એ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન વડા પ્રધાનના મુખ્ય સચિવ હતા. અલેકઝાંડરે પોતાની આત્મકથા 'થ્રુ ધ કોરિડોર્સ આફ પાવર'માં આ ઘટના વિશે લખ્યું છે. સવારે અલેકઝાંડરે ડો.સિંહને જગાડા અને કહ્યું કે તેઓ દેશના નાણામંત્રી બનવા જઈ રહ્યા છે.
જેમ બોલિવૂડ ફિલ્મોમાં હીરો કટોકટીના સમયે પ્રવેશ કરે છે તે રીતે જાણે કે ડો.મનમોહન સિંહે દેશના નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ભારતની અર્થવ્યવસ્થાને દુનિયા માટે મુકત કરી દીધી. ૧૯૯૧ની શઆતમાં દેશને નાદારીમાંથી બચાવવા માટે સરકાર પાસે તેનું સોનું ગીરવે મૂકવાની નોબત આવી ગઈ હતી. ત્યાર પછી ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને ડિસેમ્બર ૧૯૯૧ના અતં સુધીમાં ભારત સરકારે જામીન તરીકે ગીરવે મૂકેલું તમામ સોનું પાછું મેળવી લીધું.
ડો. સિંહે સીધા જ નાણામંત્રી બનીને સંસદીય રાજકારણમાં પોતાના ડગ માંડા. ચૂંટણી પછી મનમોહનસિંહે દેશનું બજેટ રજૂ કયુ. ત્યારબાદ તેમણે ફ્રાન્સના મહાન લેખક અને રાજનીતિજ્ઞ વિકટર હ્યુગોના એક પ્રસિદ્ધ વિધાન સાથે તેમનું ભાષણ સમા કયુ હતું. પૃથ્વી પર કોઈ શકિત એ વિચારને રોકી નથી શકતી કે જેનો સમય આવી ગયો છે.
ભારતે અર્થવ્યવસ્થાને મુકત કરી દીધી છે અને હવે આપણો દેશ જોરદાર આર્થિક પ્રગતિ કરવા તરફ આગળ વધી રહ્યો છે. તેનો મતલબ એ છે કે દુનિયાની કોઈ પણ તાકાત આપણને રોકી શકે તેમ નથી. ૨૪ જુલાઈ, ૧૯૯૧ના રોજ ભારતે પોતાની અર્થવ્યવસ્થાને દુનિયા માટે ખોલી દીધી. નવી આર્થિક નીતિઓએ આજે ભારતને ૨૦૨૪ સુધી ૩ ટિ્રલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
વર્ષ ૨૦૦૪ હતું. દિલ્હીમાં હજુ ઉનાળો હતો. અટલ બિહારી વાજપેયી સરકાર લોકસભા ચૂંટણીમાં હારી ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તેવી ચર્ચા સર્વત્ર ચાલી રહી હતી. ભાજપ અને ખાસ કરીને સુષ્મા સ્વરાજે તેનો સખત વિરોધ કર્યેા હતો. સ્વરાજે ચેતવણી આપી હતી કે, જો કોઈ વિદેશી વ્યકિત ૬૦ વર્ષ પછી ફરી ભારત આવશે અને રાજ કરશે તો હત્પં મારા વાળ કપાવીશ, સેન્ડલ નહીં પહેં, માત્ર સફેદ સાડી જ પહેરીશ, જમીન પર ઐંઘીશ અને ચણા ખાઈને જીવીશ.
કોંગ્રેસના નેતાઓએ ભાજપના વિરોધને એટલી ગંભીરતાથી લીધો ન હતો. સોનિયા ગાંધી સાથી પક્ષોના વરિ નેતાઓને મળી રહ્યા હતા. તેઓ ગઠબંધન સરકાર બનાવવા માટે વિવિધ પક્ષો વચ્ચે ગોઠવણ કરી રહ્યા હતા. પરંતુ એક ઘટના બાદ તેમણે નક્કી કરી લીધું કે તેઓ વડા પ્રધાન નહીં બને. ૧૭મી મે, ૨૦૦૪નો દિવસ હતો. દિલ્હીમાં સોનિયા ગાંધીના અધિકૃત નિવાસસ્થાન ૧૦, જનપથમાં બપોરે એક ઘટના બને છે. એ પછી યુપીએ સરકારના નેતૃત્ત્વમાં અચાનક ફેરબદલ થાય છે. એ દિવસે નટવરસિંહ મનમોહનસિંહને શોધતાં શોધતાં ૧૦, જનપથ પહોંચે છે.
સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ અને સુમન દુબે ૧૦ જનપથ ખાતે સોનિયા ગાંધીના સત્તાવાર બંગલાના હોલમાં સોફા પર બેઠા હતા. ત્યારબાદ રાહત્પલ ગાંધી ત્યાં આવ્યા અને સૌની સામે સોનિયાને સંબોધીને કહ્યું કે, મા, હત્પં તને વડાં પ્રધાન નહીં બનવા દઉં. મારા પિતાની હત્યા કરવામાં આવી હતી. મારી દાદીની હત્યા કરવામાં આવી હતી. જો તમે વડાં પ્રધાન બનશો તો આગામી છ મહિનામાં તમારી પણ હત્યા થઈ શકે છે.
સોનિયા ગાંધીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ્ર દેખાતી હતી. રાહત્પલ ગાંધીએ સોનિયાને ૨૪ કલાકનો સમય આપ્યો હતો. જો તમે મારી વાત નહીં સાંભળો તો હત્પં આત્યંતિક પગલાં લઈશ રાહત્પલ આમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી સોનિયાની આંખોમાં પાણી આવવા લાગ્યું અને હોલમાં મૌન છવાઈ ગયું. પછીની ૧૫–૨૦ મિનિટ સુધી કોઈ બોલ્યું નહીં.
આ દરમિયાન નટવરસિંહે સોનિયાને કહ્યું, અંદરના મમાં જાઓ, અમે આગળની બાબતો જોઈ લઈશું, નટવરસિંહે આ ઘટના વરિ પત્રકાર નીરજા ચૌધરીને કહી હતી. તેમણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના પુસ્તક હાઉ પ્રાઈમ મિનિસ્ટર્સ ડિસાઈડમાં કર્યેા છે. નટવરસિંહના કહેવા પ્રમાણે રાહત્પલ ગાંધીની કડક ચેતવણીને કારણે સોનિયા ગાંધીએ વડાં પ્રધાન ન બનવાનો નિર્ણય કર્યેા. એક મા તરીકે સોનિયા ગાંધી તેમના પુત્રની આ ચિંતાને અવગણી શકે તેમ ન હતાં.
એ જ દિવસે સોનિયા ગાંધીએ ૧૦ જનપથ પર વરિ કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવી હતી. રાહત્પલ સાથે બનેલી આ ઘટના પછી સોનિયા ભારે મન સાથે આ બેઠકમાં ગયાં. નટવરસિંહ અને મનમોહનસિંહ બંને તેમની સાથે ગયા. પ્રણવ મુખરજી, શિવરાજ પાટીલ, ગુલામનબી આઝાદ, એમ.એલ. ફોતેદાર, અહેમદ પટેલ અને અન્ય આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી.મેં મનમોહનસિંહને વડા પ્રધાનપદ સ્વીકારવા વિનંતી કરી છે. સોનિયા ગાંધીએ આવતાંની સાથે જ આની જાહેરાત કરી હતી. આ પછી તરત જ સર્વત્ર મૌન છવાઈ ગયું. તે દરમિયાન ડો. મનમોહનસિંહે કહ્યું, મેડમ, હત્પં તમારા પ્રસ્તાવ માટે આભારી છું. પરંતુ મારી પાસે બહત્પમતી ન હોવાથી હત્પં તેને સ્વીકારી શકતો નથી. તે સમયે નટવરસિંહે દરમિયાનગીરી કરી હતી. મનમોહનસિંહને ના પાડવાનો કોઈ અધિકાર નથી. કારણ કે જેની પાસે બહત્પમતી છે તેણે તમને આફર કરી છે. બીજા જ દિવસે ૧૮ મે, ૨૦૦૪ના રોજ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તત્કાલીન રાષ્ટ્ર્રપતિ એપીજે અબ્દુલ કલામને મળ્યાં. બીજા જ દિવસે મનમોહનસિંહના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.
આ સિવાય અટલ બિહારી વાજપેયીએ પણ સોનિયાને વડા પ્રધાનપદ ન સ્વીકારવાની સલાહ આપી હતી. રાજકારણ ઉપરાંત સોનિયા ગાંધી અને અટલ બિહારી વાજપેયી વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. કોંગ્રેસની જીત બાદ સોનિયા ગાંધીએ વાજપેયીને ફોન કરીને તેમનાં આશીર્વાદ લીધાં હતાં. પછી તેમણે કહ્યું, 'તમને મારાં આશીર્વાદ હંમેશાં રહેશે. પરંતુ તે તાજ પહેરશો નહીં. તેનાથી દેશમાં અશાંતિ ફેલાશે. વિરોધીઓ દ્રારા સોનિયા ગાંધીના વિદેશી મૂળનો ઉઠાવેલો મુદ્દો અને રાહત્પલ ગાંધીએ તેમની માતાને આપેલી ચેતવણીને કારણે મનમોહનસિંહ ૨૦૦૪માં વડા પ્રધાન બન્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application