BREAKING NEWS

આખેઆખું એસટી નિગમ ભગવા રંગે રંગાઈ ગયું: તમામ નવી બસ કેસરી

  • May 19, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા મુસાફર જનતાની સેવામાં તબક્કાવાર નવી બસો મૂકવામાં આવી રહી છે, દરમિયાન તાજેતરમાં રાજકોટ એસટી ડિવિઝનને ૪૦ સહિત રાયના કુલ ૧૬ ડિવિઝનને ૩૦૦ નવી બસની ફાળવણી કરવામાં આવી છે.
વિશેષમાં નિગમના ઉચ્ચતમ વર્તુળોના જણાવ્યા મુજબ નિગમની બસોમાં હવે તદન નવા પ્રકારનો કેસરી કલર લાગુ કરાયો છે, તાજેતરમાં આવેલી
નવી તમામ ૩૦૦ બસનો કલર કેસરી છે. અગાઉ પણ કેસરી કલર ની બસ આવતી જ હતી પરંતુ કલરનો શેડ બદલવામાં આવ્યો છે.
સામાન્ય રીતે હાલ સુધી દરેક વખતે નવી બસો આવે ત્યારે ભવ્ય સમારોહ યોજીને તેનું લોકાર્પણ કરવામાં આવતું હતું, પરંતુ તાજેતરમાં કરકસરની અપીલને અનુસરતા આ વખતે સાદગીપૂર્વક નવા વાહનો લોકાર્પિત કરવામાં આવ્યા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application