વડિયા કાયમી મામલતદાર વિહોણું: 50 ટકા જગ્યાઓ ખાલી, ચાર્જમાં ચાલતું તંત્ર

  • February 19, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લ ાનો છેવાડાનો તાલુકો  વડિયા કુંકાવાવ તાલુકાની છે તેની મોટાભાગની કચેરીઓ વડિયા મુકામે આવેલી છે. સમગ્ર ાલુકાનો જ્યાંથી મુખ્ય વહીવટ થાય છે તેવી મામલતદાર કચેરી હાલ છેલ્લ ા ઘણા સમયથી ચાર્જમાં ચાલી રહી છે. મામલતદાર સોલંકીની બદલી સમયે કાયમી મામલતદારનો અહીં હુકમ થયો હતો પરંતુ તે કોઈ કારણો સર અહીં હાજરના થતા તંત્ર ચાર્જમાં ચાલતું હતુ  ત્યાર બાદ સરકાર દ્વારા મામલતદાર ની બદલી ના હુકમ થયા તેમાં ચાર્જમાં ચાલતા વડિયા મામલતદારના તંત્રને કાયમી મામલતદાર ફાળવવામાં આવ્યા નહિ ત્યારે શું વડિયાની મામલતદાર ઓફિસના તંત્રને પાટે ચડાવવા કાયમી મામલતદાર મળશે કે નહિ? આવા અનેક પ્રશ્નો લોકોમાં ચચર્ઈિ રહ્યા છે. વડિયા મામલતદારનુ ચાર્જમાં ચાલતું તંત્ર ફક્ત મામલતદાર પૂરતું સીમિત નથી રહ્યું પરંતુ આ કચેરીમાં કુલ 10 નાયબ મામલતદારનો મહેકમ છે તેની જગ્યાએ ફક્ત 5 નાયબ મામલતદારની પોસ્ટ ભરાયેલી છે તેમાં મહત્વની પુરવઠા, નાયબ મામલતદાર કુંકાવાવ અને બે સર્કલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે. કલાર્કની કુલ 9 જગ્યાઓના મહેકમ સામે ફક્ત 3 કલાર્કની પોસ્ટ ભરાયેલી છે અને 6 પોસ્ટ ખાલી છે.રેવન્યુ તાલાટીની કુલ 9 જગ્યા માંથી 4 જગ્યાઓ ખાલી હોવાથી વડિયા મામલતદાર ઓફિસનું મોટાભાગનું તંત્ર ચાર્જમાં ચાલતું જોવા મળી રહ્યું છે. આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ઘણા કર્મચારીઓના મતે વડિયા એ સજાનું કેન્દ્ર છે અહીં કર્મચારીને રહેવા માટે સરકારી ક્વાટર્સની સુવિધાઓ હતી તે સુવિધાઓ હાલ ઉપાલબ્ધ નથી આ સિવાય વડિયામાં ભાડાથી સારુ મકાન મેળવવું ખુબ મુશ્કેલ છે સાથે બાળકો માટે શિક્ષણ અને આરોગ્યની સુવીધાઓના અભાવને કારણે વડિયા સરકારી કર્મચારી માટે સજાનું કેન્દ્ર હોવાથી અહીં નિમણૂક પામેલા કર્મચારી રાજકીય વગનો ઉપયોગ કરીને કા હાજર થતા નથી અન્યથા થોડા સમયમાં બદલી કરાવી જતા રહે છે. ત્યારે આ કારણોને હિસાબે મામલતદાર ઓફિસનુ મોટાભાગનું તંત્ર ચાર્જમાં ચાલતું હોવાથી અંતે લોકોને જ હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે વડિયા મામલતદાર ઓફિસના ચાર્જમાં ચાલતા તંત્ર ને ચાર્જ માંથી બહાર લાવવા માટે વર્તમાન સતાધારી નેતાઓ અને વર્તમાન સરકાર વડિયામાં પાયાની સુવિધાઓ વિકસાવીને વડિયાને સજાના કેન્દ્રમાંથી મુક્તિ અપાવવા માટે આગળ આવે અને કાયમી કર્મચારી ની નિમણૂક કરે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application