ફલ્લા પાસે સાઈડમાં પડેલા વાહનમાં ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત

  • May 26, 2021 11:22 AM 

ગંભીર ઇજા થતાં સારવારમાં દમ તોડયો : પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગર રાજકોટ હાઈવે રોડ પર ફલા ગામ પાસે પેટ્રોલ પંપ નજીકના રોડ પર ટ્રકચાલકે અન્ય એક ટ્રકને ઓવરટેક કરવા જતા રોડની સાઈડમાં પડેલા બીજા ટ્રક સાથે અથડાઇ જતાં આકસ્માતમાં ટ્રક ચાલકનું મૃત્યુ નીપજયું હતું. બનાવની જાણ થતા પંચકોશી એ દ્વારા ઘટનાસ્થળે, હોસ્પિટલ ખાતે દોડી જઈને પ્રાથમિક વિગતો જાણીને ફરિયાદના આધારે તપાસ આગળ ધપાવી છે.

જામનગર તાબેના મોટી બાણુગર ગામમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને રાજેશભાઈ રામજીભાઈ ભેંસદડીયા ઉમર વર્ષ 34 એ ગઈ કાલે પંચકોશી એમાં ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા ગોપાલ ગીરી ઈશ્વરગીરી ગોસ્વામીની સામે ફરિયાદ નોંધાવી હતી.

વિગત અનુસાર, ફરિયાદીની પેઢીના ટ્રક નંબર જી જે 10 ટીએક્સ 7956ના ડ્રાઇવર ગોપાલગીરી ઈશ્વરગીરી એ પોતાના હવાલાનું ટ્રક ફલા ગામ પાસે પૂરઝડપે બેફિકરાઈથી ચલાવી આગળ જતા એક ટ્રકને ઓવરટેક કરવા જતા પોતાના પરનો કાબૂ ગુમાવી રોડની સાઈડમાં પડેલા એક ટ્રક નંબર જી જે 10ટી એક્સ 8586ને પાછળથી ભટકાળી બોડિ, કેબીન અંદરની તરફ દબાઈ જતાં આ ડ્રાઇવર ગોપાલગીરી ને શરીરે બંને પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS