રાજયના પોલીસ ડિપાર્ટમેન્ટમાં જિલ્લ ા શહેરની ટીમો વચ્ચે દર વર્ષે યોજાતી ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ટી–૨૦ તથા વન–ડે બંને ફાર્મેટમાં રાજકોટ વિભાગ પોલીસનો આ વખતે દબદબો રહ્યો છે. ટી–૨૦માં રાજકોટ સિટી પોલીસ ૧૭ વર્ષે બાજી મારી પ્રથમ વખત ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યેા છે. જયારે વન–ડેમાં રાજકોટ રેંજની પોલીસ ટીમ વિજેતા થતાં બંને કપ રાજકોટ વિભાગમાં અંકે થયા છે. બંને ચેમ્પિયન ટીમને ડીજીપી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના હસ્તે કપ ટ્રોફી આપવામાં આવી હતી.
ટી–૨૦ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ રાજકોટ શહેર પોલીસ તથા એસઆરપી ગ્રુપ વચ્ચે રમાયો હતો. જેમાં એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ) ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતાં. ૧૬૪ રનનો ટાર્ગેટ ચેઇન્જ કરવા ઉતરેલી રાજકોટ શહેર પોલીસની ટીમે કેપ્ટન પીઆઇ બી.ટી.ગોહિલની રાહબરી હેઠળ ૧૯મી ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૬૭ રન સાથે વિજય પ્રાપ્ત કર્યેા હતો. ટીમમાં અજય ડાભી દ્રારા ૪૨ બોલમાં ૭૦ રન ફટકારતા વિજય આધાર સ્તભં ઉભો થયો હતો. મેચના અંતે અજય ડાભી મેન ઓફ ધ મેચ જાહેર થયા હતાં.
ટીમના વિકેટ કિપર મેસૂર આહિરે પણ ૩૪ બોલમાં ૪૩ રન બનાવી ટીમને વિજય બનાવવા યોગદાન પ્રદાન કયુ હતું. ૧૭ વર્ષથી શરૂ થયેલી ટી–૨૦ ટુર્નામેન્ટમાં રાજકોટ સિટી પોલીસ પ્રથમ વખત ગઇકાલે ટી–૨૦ ચેમ્પિયન બની છે.જયારે વન ડેમાં ફાઇનલનો જગં રાજકોટ રેંજ આઇજીની ટીમ તથા વેસ્ટર્ન રેલવે આઇજીપી ટીમ વચ્ચે રહ્યો હતો. રાજકોટ રેંજ ટીમ અતુલની ફટકાબાજીના ૯૨ રનના સ્કોર સાથે ૨૫૩ રન બનાવી ૪૮મી ઓવરમાં ઓલ આઉટ થઇ હતી. બીજા દાવમાં ઉતરેલી વેસ્ટર્ન રેલવેની ટીમના બેટસમેનને રાજકોટ રેંજના બોલરોએ ફાવવા દીધા ન હતાં. ૧૬૫ રનમાં ૧૦ વિકેટ ખેડવી નાખી હતી અને રાજકોટ રેંજની ટીમ વન ડે ફોર્મેટમાં ચેમ્પિયન બની હતી.
ડીજીવપી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અમદાવાદના સી.પી. જ્ઞાનેન્દ્રસિંહ મલીક, વેસ્ટર્ન રેલવેના એસપી બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેમ્પિયન બનેલી ટીમના કેપ્ટનને કપ એનાયત કરી અભિનંદન આપ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech