સિહોરમાં નવા આર.સી.સી રોડનું ડાયવર્ઝન ખખડધજ હાલતમાં

  • May 14, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

             સિહોરમાં હાલમાં ત્રણ અતિ ચર્ચામાં આવેલ સમસ્યાઓ છે જેમાં અંતે હેરાનગતિ પ્રજાને જ રહે છે. એક ગડબડ વાળી ગટર યોજના એક નેસડા ફાટક અને ત્રીજું વડલા ચોકથી ટાણા ચોકડી સુધી બનતો આર.સી.સી નવો માર્ગ. ત્રણેય માં તંત્રના અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી તે હાલની દશા જોતા દેખાઈ આવે છે. 
નવા આર.સી.સી રોડનું એક તરફી ડાયવર્ઝન જ્ઞાનભારતી સ્કૂલ થઈને કાઢવામાં આવ્યું છે જે રસ્તો પેલાંથી જ બદતર હાલતમાં હતો જેના ઉપર મોટા વાહનો સતત પસાર થતા ધૂળ ઉડવાની સમસ્યા અને રસ્તો ખખધડજ બની જતા રાહદારીઓ રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા જતા છતાં આ નકામું બનેલું તંત્ર કઈ ગાંઠયું નહિ. રસ્તા નો કોન્ટ્રકટર ને આ ડાયવર્ઝન ઉપર ડામર કરી પછી શરૂ કરવા સૂચનો આપવા છતાં કોન્ટ્રકટર કોઈનું ગાંઠતો નથી તો આવા કોન્ટ્રકટર પાસેથી કામ લઈને સારી એજન્સી ને કામ આપવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી કમોસમી વરસાદ ને લઈને રસ્તો વધુ ખરાબ બન્યો છે. જેમાં મોટા મોતના ખાડાઓ બની ગયા છે. સ્થાનિક શાસક પક્ષ કે વિપક્ષ માં તો પ્રજાની સમસ્યાઓ દૂર કરવાનું પાણી છે નહીં ત્યારે કોઈ સામાજિક આગેવાન હવે જાગે ને સમગ્ર સમસ્યાની વાત મુખ્યમંત્રી ના કાન સુધી પોહચાડે તો જ નિવારણ આવે.  રાજ્યમાં લોકોની સમસ્યાઓ ને દૂર કરવા મુખ્યમંત્રી પોર્ટલ સરળ રસ્તો છે ને મુખ્યમંત્રી પણ નો ગણકારે તો પી.એમ.ઓ પોર્ટલ પણ પ્રજાની સેવા માટે તતપર છે માત્ર પ્રજામાં જાગૃતતા આવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application