ગાંધીનગર વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને .પ૦૦ કરોડથી વધુ રકમનું નાણાકીય કૌભાંડ આચર્યાના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ વહેતી મૂકી ખોટી બદનામી કરવા મામલે કોંગ્રેસના ચાર આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષી અંગેની પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સહિતના આગેવાનોએ સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરીને .૫૦૦ કરોડથી વધુ રકમનું નાણાકીય કૌભાંડ આચયુ હોવાના ખોટા આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં પ્રેસનોટના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરાવ્યા હતા, જે અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સહિત બે ભાજપ અગ્રણીએ કોંગ્રેસના વિરોધ પક્ષ નેતાના અંગત મદદનીશ પ્રવીણ પરમાર, કાર્યાલય, પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા, શૈલેષભાઈ પરમાર અને સી.જે. ચાવડા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં વિજયભાઈ પાણીએ ગાંધીનગરની કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદમાં ચારેય કોંગી અગ્રણીઓને ગાંધીનગરની કોર્ટે સમન્સ પાઠવી કોર્ટમાં હાજર થવા હત્પકમ કર્યેા હતો. કોર્ટના હત્પકમથી કોંગ્રેસના ચારેય આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને ત્યારબાદ અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા ગાંધીનગર કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના વકીલ દ્રારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ ગાંધીનગર કોર્ટે વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ પ્રવીણભાઈ પરમારની ફરિયાદ રદ કરવાની અરજી નામંજૂર કરતો હત્પકમ કર્યેા છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્રાજ એન્ડ એસોસિએટસના અશં ભારદ્રાજ, અમૃતા ભારદ્રાજ તેમજ ગાંધીનગરનાં એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech