સની દેઓલ ત્રીજી વાર તારા સિંહ બનવા તૈયાર, ફેન્સ સુપર એક્સાઇટેડ
સની દેઓલના ફેન્સ મારે ગુડ ન્યુઝ છે, આ અભિનેતા જલ્દી જ ફરી તારા સિંહ બનીને લોકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે.
સની દેઓલે ‘ગદર 2’ માં શાનદાર કમબેક કર્યું હતુ. જો કે ‘ગદર 3’ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ‘ગદર 3’ પર અનિલ શર્માએ કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને મોટી અપડેટ સામે આવી છે.
‘ગદર એક પ્રેમ કથા’ પછી ‘ગદર 2’ દર્શકોની વચ્ચે છવાઇ ગઇ હતી. આ માટે ફિલ્મ નિર્માતાએ ત્રીજા પાર્ટ ‘ગદર 3’ પર કામ શરૂ કરી દીધું છે. નિર્માતાએ ફિલ્મને લઇને મોટી અપડેટ શેર કરી છે. અનિલ શર્માએ કહ્યું કે, અમે ‘ગદર 3’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વસ્તુ નક્કી થઇ જશે ત્યારે અમે શેર કરીશું. હજુ થોડો સમય છે, ‘ગદર 2’ બનવામાં 20 વર્ષ લાગી ગયા હતા.
અનિલ શર્માએ કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ અને ‘ગદર 2’ ની તુલનામાં ભાવનાઓ મામલે એક મોટું પેકેજ હોય. ‘ગદર 2’ વર્ષ 2023ની પાંચમી સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. જો કે અત્યાર સુધીની 8મી સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.
નિર્દેશક આગળ જણાવે છે કે, ‘ગદર 3’ ત્યારે આવશે જ્યારે સ્ક્રિપ્ટ પૂરી થઇ જશે અને મને લાગે છે કે આ માત્ર ભાવનાઓથી નહીં, પરંતુ ભાવનાઓનો એટમ બોમ્બ છે. પહેલાં બે પાર્ટમાં સનીએ તારા સિંહની પ્રતિષ્ઠિત ભૂમિકા નિભાવી હતી. આ સાથે અમીષા પટેલ પણ હતી જેને સકીનાનો રોલ પ્લે કર્યો હતો. જ્યારે ઉત્કર્ષ શર્મા એનાં દીકરાની ભૂમિકામાં હતા.
અનિલ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ત્રીજા ભાગમાં સની દેઓલ હશે? તો ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, મારું માનવુ છે કે કહાનીનો સિલસિલો જારી રહેવો જોઇએ. હું કહાનીને આગળ વધારવા ઇચ્છુ છુ. 2001માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથા 1947માં ભારત વિભાજનની સમયની એક દુખદ પ્રેમ કહાની હતી, જેમાં તારા સિંહની નામની એક ટ્રક ડ્રાઇવરને સકીના નામની પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે.
આ સાથે ગદર 2માં 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સેટ થઇ હતી. ફિલ્મમાં તારા સિંહે એમના દીકરાને જીતથી બચાવવા માટે પાકિસ્તાન પરત ફરતા બતાવ્યો જેમાં પાકિસ્તાનનાં અધિકારીઓને કેદ કરી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech