સિક્કા નજીક મોબાઇલની ચિલઝડપનો ભેદ ઉકેલાયો

  • January 29, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કા નજીક એક યુવાન પાસેથી બે અજાણ્યા બાઈક સ્વાર  મોબાઇલ ફોન ની ચીલઝડપ કરી  નાસી ગયા હતા જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.
મૂળ મહારાષ્ટ્ર નાં વતની  અને હાલ  જામનગર મા શ્રીજી સોસાયટી મા રહેતાં દતાંત્રેય બાલુભાઈ નાવલે (૩૨) નામનો યુવાન સાંજે સિક્કા પોલીસ સ્ટેશન હદ.વિસ્તારમા ઊભા રહીને મોબાઇલ ફોનમા વાત કરતો હતો ત્યારે નંબર.પ્લેટ વગરનાં બાઈકમા આવેલા બે અજાણ્યા શખસો તેના હાથ માંથી મોબાઇલ ફોન ઝુંટવી ને બાઈક માં પલાયન થઈ ગયા હતા.
આ બનાવ અંગે તેણે સિક્કા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા પોલીસે બે અજાણ્યા બાઈક સ્વાર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. દરમ્યાન સિકકાના પીએસઆઇ આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અર્જુનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને બાતમી મળેલ કે ચોરીનો મોબાઇલ વાળા આંટા ફેરા કરે છે.
આથી પોલીસે દરોડો પાડીને એમટીએફ રોડ પરથી નંબર વગરના બાઇકમાં નીકળેલા તાલબ કોલોનીના અસગરઅલી હમીર કુંગડા અને પાછળ બેઠેલા નાઝ સીનેમાની પાછળ રહેતા સમીર જુસબ સુભણીયા બંનેને અટકમાં લઇ તપાસ કરતા મોબાઇલ મળી આવ્યો હતો. જેની પુછપરછમાં વાત કરતા યુવાન પાસેથી આંચકી લીધાનુ કહયુ હતું પોલીસે મોબાઇલ અને બાઇક કબ્જે કર્યા છે અને આ મામલે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application