પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ‘પંચીયા’નો તફાવત...!

  • May 18, 2021 11:49 AM 

દેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ ક્રમશ: ધીમે-ધીમે પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધી રહ્યાં છે, છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલના સ્થિર રહેલાં ભાવ હાલમાં સૈન્ચ્યુરી તરફ કૂચ કરી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના થઈ રહેલા ભાવના ઊતાર-ચડાવના લીધે તેની સીધી અસર ઈંધણમાં થઈ જોવા મળી રહી છે. જામનગરમાં આજે પેટ્રોલના ભાવ 89.82 પૈસા તેમજ ડીઝલના ભાવ 89.84 પૈસા થયાં છે.

એક તરફ કોરોનાની મહામારી, છેલ્લા 24 કલાકથી સમગ્ર ગુજરાતના દરિયાઈ કાંઠાને ‘તોકતે’ ધમરળી રહ્યું છે ત્યારે સામાન્ય નાગરિક બધી બાજુથી આર્થિક, શારીરિક અને માનસિક રીતે પડી ભાંગ્યો છે ત્યારે આવા સમયે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે.

જામનગરમાં ગઈકાલે પેટ્રોલનો ભાવ 89.56 પૈસા તથા ડીઝલનો ભાવ 89.53 પૈસા હતો. જેમાં આજે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો થવા પામ્યો છે. ચાલુ મહિનાના પ્રારંભમાં પેટ્રોલનો 87.48 પૈસા અને ડીઝલનો ભાવ 86.87 પૈસા હતો, જે આજે વધીને 89.82 પૈસા તથા 89.84 પૈસા થવા પામ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS