રઘુવંશી યુવા દ્વારા બેટ દ્વારકામાં કાયમી ડોકટરની માંગ દોહરાવાઈ

  • July 17, 2021 12:36 PM 

ટ્વીટ કરી મુખ્યમંત્રીને લોકમાંગ અંગે રજૂઆત કરાઈ

રાજ્યના મુખ્યમંત્રીની આગામી સપ્તાહમાં દ્વારકા, શિવરાજપુર, બેટ-દ્વારકાની  યાત્રા પૂર્વે જ દ્વારકાના રઘુવંશી યુવા દ્વારા બેટવાસીઓની લાંબા સમયની માંગન દોહરાવતા બેટ દ્વારકામાં કાયમી ડોકટરની નિમણૂંક કરવા માંગ કરાઈ છે. દ્વારકાના રઘુવંશી યુવા દીપ ગંઢેચાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ ટ્વીટમાં તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા બેટ દ્વારકામાં વિકાસકાર્યોની જાહેરાત બાદ દ્વારકા ક્ષેત્રની પ્રથમ મુલાકાત પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કરાતા વિકાસકાર્યોને આવકાયર્િ હતા. સાથે સાથે બેટ દ્વારકામાં લાંબા સમયથી કાયમી ડોકટરની નિમણૂંકની પ્રાથમિક જરૂરીયાત અંગે પૂછતાં બેટના બાર હજાર જેટલા ગ્રામજનોને પ્રાથમિક સુવિધા કયારે મળશે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.

ટ્વીટ સાથે છેલ્લાં સમયમાં બેટ ગ્રામજનો તેમજ નગરપાલીકાના કોર્પોરેટર, ભાજપ અગ્રણી સહિતનાઓ દ્વારા બેટવાસીઓની સમસ્યા અંગે જે તે વખતે કરેલ રજૂઆતોના અખબારી અહેવાલોને પણ ટાંકી બેટવાસીઓને પ્રાથમિક સુવિધા અપાવવા યોગ્ય કાર્યવાહીની અપેક્ષા સાથે મુખ્યમંત્રીને સવાલ કરાયો હોય મામલો ફરી ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે બે બેટમાં કાયમી નિવાસી ડોકટર અંગે છેલ્લા સમયમાં વખતો વખત રજૂઆતો કરાયા છતાં આરોગ્ય વિભાગે અગમ્ય કારણોસર બેટ વાસીઓની માંગ વિશે હાલ સુધી લક્ષ્ય સેવ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS