ગોંડલ તાલુકાના મોવિયા ગામની કાલરીયા શેરીમાં એકલવાયું જીવન જીવતા ૭૨ વર્ષીય વૃદ્ધાનું તેમના જ ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજયું હતું. ૩ થી ૪ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાને કારણે મૃતદેહ ફુલાયેલી અને કોહવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મોવિયાની કાલરીયા શેરીમાં રહેતા ડીબેન ભીખાભાઈ અખિયાણી (ઉં.વ. ૭૨) છેલ્લ ા કેટલાક સમયથી એકલા રહેતા હતા. છેલ્લા ત્રણ–ચાર દિવસથી તેઓ ઘરની બહાર ન દેખાતા અને તેમના બધં મકાનમાંથી અચાનક અસહ્ય દુગધ આવવા લાગતા આસપાસના રહીશોને શંકા ગઈ હતી. સ્થાનિકોએ તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ઘટના સ્થળનું પંચનામું કરી આગળની તપાસ એએસઆઈ રવિરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાવડીયા તપાસ હાથ ધરવામાં આવી છે. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે અને કોઈ શંકાસ્પદ બાબત છે કે કેમ તેની ખાતરી કરવા માટે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે