દ્વારકા પંથકના તમામ ફરવાલાયક તેમજ ધાર્મિક સ્થાનો બંધ કરવાનો લેવાયો નિર્ણય

  • April 13, 2021 10:51 PM 

નાગેશ્વર જ્યોર્તિલિંગ ગોમતીઘાટ સુદામાસેતુ-દ્વારકા ક્ષ્મણી મંદિર ભડકેશ્વર મંદિર-મીરા ગાર્ડન દ્વારકા તેમજ શિવરાજપુર બીચ પણ બંધ

હાલ સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજ્યમાં કોવિડ-19ની અસર વધારે વતર્ઇિ રહી હોવાથી ગંભીરતાને ધ્યાને લઇ સંક્રમણની પરિસ્થિતી અટકાવા તેમજ સૌરાષ્ટના તમામ જીલ્લાઓમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કહેરના કેસો થી દ્વારકાનું તંત્ર એલટ થયુ યાત્રિકોની અવરજવર વધે તો સંક્રમણ વધવાની શક્યતાને પગલે સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે દ્વારકા આસપાસ તમામ ફરવાલાયક તેમજ ધાર્મિક સ્થાનો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેમા નાગેશ્વર જ્યોર્તિલિંગ ગોમતીઘાટ, સુદામાસેતુ-દ્વારકા રૂક્ષ્મણી મંદિર, ભડકેશ્વર મંદિર-મીરા ગાર્ડન-દ્વારકા, તેમજ શિવરાજપુર બીચ જેવા વિવિધ ફરવા લાયક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ સ્થળો બંધ રાખવા દ્વારકા મામલતદાર દ્રારા લાગતા વળગતા અધિકારીઓને સ્થળો બંધ કરાવવા ઓડર કર્યો છે દ્વારકામાં કોરોના ના કેસોમાં થઈ રહેલ સતત વધારો ચિંતાનો વિષય હોઈ તમામ સ્થળો પર સંક્રમણ અટકાવવા તંત્ર એલટ થયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS