જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીનું મૃત્યુ થતાં ફુલ મૃત્યુનો આંક પાંચનો થયો

  • June 03, 2021 12:52 PM 

સરકારી જી.જી. હોસ્પિટલમાં પાંચ નવા દર્દી દાખલ થયા: જ્યારે પાંચને અપાઈ રજા:૧૩૧ દર્દી સારવાર હેઠળ: ૬ સર્જરી કરાઈ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં શરૂ કરાયેલા મ્યુકોર્માઈકોશિશના વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીનું મૃત્યુ નીપજયું હતું, જેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી બ્લેક ફંગસની બીમારીના કારણે જામનગરમાં કુલ મૃત્યુનો આંક પાંચનો થયો છે, જેનો રાજ્ય સરકારમાં રિપોર્ટ કરાયો છે. હાલ જી.જી.હોસ્પિટલમાં ૧૩૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જ્યારે પાંચ દર્દી નવા દાખલ થયા છે અને પાંચને રજા અપાઈ છે, ઉપરાંત ૬ મેજર સર્જરી કરવામાં આવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મ્યુકરમાઇકોશિશના વોર્ડમાં છેલ્લા એક સપ્તાહથી દાખલ થયેલા એક દર્દીનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજયું હતું. જે દર્દી ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતા હોવાથી તેનો રિપોર્ટ મેળવવાનો બાકી રહ્યો હતો. દરમિયાન આજે સવારે તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બ્લેક ફંગસની બીમારીના કારણે જ તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે. જેથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકોર્માકોસિસ ના પાંચ દર્દીઓ ના મૃત્યુ થયા છે. અને તે અંગેનો રાજ્ય સરકારમાં રિપોર્ટ કરી દેવાયો છે.

હાલ જી.જી.હોસ્પિટલમાં ફંગસ ની બીમારી ના કુલ ૧૩૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાંચ નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેની સામે પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે છ દર્દીઓ પર મેજર સર્જરી કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<