મેડીકલ કોલેજના ડીન અને રવિન્દ્ર જાડેજાના બહેન વચ્ચે આવેદનના મામલે ચકમક જરી

  • May 11, 2021 01:11 PM 

ડો. નંદીની દેસાઇએ કલેકટરને આવેદનપત્ર આપવાનું કહેતા જ કાર્યકરો ધરણાં ઉપર બેસી ગયા : આખરે પોલીસ બોલાવવી પડી

શહેરમાં કોવિડ હોસ્પીટલમાં દર્દીઓને પડતી હાલાકી, એટેન્ડન્ટસની બેદરકારી, હેલ્પલાઇન નંબરમાં જવાબ ન મળવા સહિતના મામલે માનવ અધિકાર સંસ્થાના  હોદેદારો તેમજ રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા અને ડીન ડો. નંદીની દેસાઇ વચ્ચે આવેદન આપવાના મામલે ભારે ચકમક જરી હતી, આખરે પોલીસને પણ બોલાવવી હતી, એક કલાકના નાટકીય વણાંક બાદ આખરે ડીને આવેદનપત્ર સ્વીકારતા મામલો થાળે પડયો હતો.

ગઇકાલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કે જેઓ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતીના પ્રમુખ છે તેઓએ દર્દીઓને ચારથી પાંચ કલાક ટીફીન મોડા પહોચવા, દર્દીઓ એટેન્ડન્ટસને બોલાવે પરંતુ જવાબ ન આપવા, દર્દીના કપડા સમયસર બદલાતા નથી તેમજ હેલ્પલાઇન નંબર અને કોવિડ વોર્ડના નંબર રાત્રે બંધ કરી દેવામાં આવે છે આવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવા માટે કાર્યકરો ગયા હતા, ત્યારબાદ ડીને આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા ભારે ચકમક થઇ હતી બે મહિલાઓ વચ્ચે જીદમાં એક કલાક ઉપર સમય પસાર થયો હતો, આખરે પોલીસને બોલાવવી પડી હતી ત્યારબાદ ડીને આવેદનપત્ર સ્વીકારતા મામલો થાળે પડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS