છેલ્લા થોડા દિવસોની માફક આજે પણ ગિરનાર પર્વત અને જુનાગઢ શહેર સિવાય રાજયના મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થઈ છે. પરંતુ ભેજનું પ્રમાણ ૭૫ થી ૮૦% થઈ જવાથી અને પવનની ગતિ સરેરાશ ૧૦ થી ૧૫ કિલોમીટરની આસપાસ રહેતા કાતિલ ઠાર અને બરફીલો પવન વધી ગયો છે. તેના કારણે ઠંડીની તીવ્રતા પણ વધી ગઈ છે.
ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે એક સાથે ૧૧ ડિગ્રી જેટલું ઘટીને માત્ર પાંચ ડિગ્રી થઈ ગયું છે. જુનાગઢ શહેરમાં ૧૦ અને ભવનાથ તળેટીમાં આઠ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫% નોંધાયું છે.
આવી જ રીતે પોરબંદરમાં પણ આજે એક ધડાકે સાડા ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી ગયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૪ અને આજે ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. રાજકોટના લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી. ગઈકાલે ૯.૫ અને આજે ૯.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
નલિયામાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે ૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન હતું.
અમરેલીમાં ગઈકાલે ૧૨.૬ અને આજે ૧૧ ભાવનગરમાં ગઈકાલે ૧૫.૪ અને આજે ૧૪ દ્રારકામાં ગઈકાલે ૧૬.૨ અને આજે ૧૫ ઓખામાં ગઈકાલે ૧૯.૨ અને આજે ૧૮.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વેરાવળમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૪.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. કંડલામાં આજનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે.
સુરતમાં ગઈકાલે ૧૬.૮ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહેલું છે. સુરતના તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે પરંતુ અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરામાં લઘુતમ તાપમાન સામાન્યથી એકાદ ડિગ્રી જેટલું ઐંચું થયું છે. અમદાવાદમાં આજે ૧૪.૪ ડીસામાં ૧૩.૭ ગાંધીનગરમાં ૧૪.૪ અને વડોદરામાં ૧૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નોર્થ વેસ્ટ ઇન્ડિયાને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે સર્જાવાનું છે અને ત્યાર પછી પાંચ દિવસના સમયાંતરે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ ૨૭ ના હિમાલયન રિજયલમાં સર્જાવાનું હોવાથી આગામી સાહથી ઠંડીના પ્રમાણમાં વધારાની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech