લોકમેળામાં સ્ટોલના ફોર્મ સ્વીકારવાની મુદતમાં કરાયો વધુ બે દિવસનો વધારો

  • July 25, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકમેળા સમિતિ, રાજકોટ ધ્વારા સાંસ્કૃતિક લોકમેળો આગામી તા.24 થી તા.28 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર છે. જેના પ્લોટ તથા સ્ટોલની ફાળવણી માટે અરજી પત્રક વિતરણ કરવા તથા ભરેલા અરજી પત્રક સ્વિકારવાના કાર્યક્રમની અવધી તા.26 જુલાઈ સુધી લંબાવવામાં આવેલ હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
મેળામાં યાંત્રિક રાઈડની ટિકિટના દરમાં વધારો કરાયો હોવાની બાબતે કલેક્ટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત મંજૂર કરવામાં આવી નથી.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે
પ્રાંત અધિકારી અને લોકમેળા આયોજન સમિતિના ચાંદનીબેન પરમારે જણાવ્યું છે કે ફોર્મ ઉપાડવાની અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની મુદતમાં બે દિવસનો વધારો કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મેળા માટે પ્લોટ અને સ્ટોલની કુલ સંખ્યા 250 જેટલી છે તેની સામે ગઈકાલ સાંજ સુધીમાં માત્ર 54 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 312 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે ફોર્મ ઉપાડવાનો અને ભરાયેલા ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News