મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલાઈ, હવે 4 ડિસેમ્બરે થશે મતગણતરી, આ કારણે તારીખમાં કરાયો ફેરફાર

  • December 01, 2023 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં મતગણતરી 3જી ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે. અગાઉ તમામ 5 ચૂંટણી રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 3જી ડિસેમ્બરે પરિણામો એકસાથે જાહેર કરવાના હતા. પરંતુ ચૂંટણી પંચે કહ્યું કે મિઝોરમમાં 3 ડિસેમ્બરને બદલે હવે 4 ડિસેમ્બરે મતગણતરી થશે.


આ કારણે તારીખમાં કરાયો ફેરફાર

ચૂંટણી પંચે તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, "ચૂંટણી પંચને વિવિધ ક્ષેત્રોમાંથી ઘણી અરજીઓ મળી છે, જેમાં તેને મતગણતરી તારીખ 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) થી બદલીને અન્ય કોઈપણ અઠવાડિયાના દિવસે કરવા વિનંતી કરવામાં આવી છે. આનો આધાર એ છે કે 3 ડિસેમ્બર 2023 એ રવિવાર છે અને તેથી મિઝોરમના લોકો માટે તેનું વિશેષ મહત્વ છે."


"આ અરજીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મિઝોરમ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મત ગણતરીની તારીખ 3 ડિસેમ્બર 2023 (રવિવાર)થી બદલીને 4 ડિસેમ્બર 2023 (સોમવાર) કરવાનો નિર્ણય લીધો છે."- ભારતના ચૂંટણી પંચ


તમને જણાવી દઈએ કે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 70% મતદાન થયું હતું.


આ ચૂંટણીને મુખ્યમંત્રી જોરમથાંગાના શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), મુખ્ય વિપક્ષી પાર્ટી, લાલદુહોમાની આગેવાની હેઠળની જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ત્રિકોણીય લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. આ ત્રણેય પક્ષોએ તમામ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. મહત્વની વાત તો એ છે કે અહીં ભાજપ પાર્ટી દ્વારા ચૂંટણીમાં હાજરી તો પૂરાવી પરંતુ સાઈડ પ્લેયર તરીકે. ભાજપે માત્ર 23 બેઠકો પર ચૂંટણી લડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application