પોરબંદરમાં મિલ્કત સંબંધે તત્કાલીન જિલ્લા કલેકટરે કરેલી કાર્યવાહી કોર્ટે કરી રદ

  • October 17, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં મિલ્કત સંબંધે તત્કાલીન જિલ્લા કલેકટરે કરેલી કાર્યવાહી કોર્ટે  રદ કરી છે.
પોરબંદરમાં રાજન કિલ્લાકર નામના વ્યક્તિને પેટી પલંગમાં પુરીને તેની મિલ્કતો ઓળવી જવા અન્વયે ૨૦૧૧માં પોલીસ ફરિયાદ દાખલ થયેલી હતી અને ત્યારબાદ જે તે વખતના જિલ્લા કલેકટર ગીરીશભાઇ શાહ દ્વારા તેની તમામ મિલ્કતો અન્વયે મિલ્કતના હાલના નવા માલિકને સાંભળ્યા વગર તમામ મિલ્કત સંબંધે દસ્તાવેજો રદ કરવા સંબંધે તથા સીટી સર્વેમાં એન્ટ્રી ન પાડવા સંબંધે હુકમો કરેલા હતા. એવો જ  એક હુકમ ગીતાબેન બીપીનભાઇ જોશી કે જે છાયા ગામની રેવન્યુ સર્વે નં.૩૨૨/૧ની જમીનમાં પાડેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨૪-બી.ની જમીન અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હતી અને તેઓ શુદ્ધ બુદ્ધિના ખરીદનાર હતા અને ત્યાં બાંધકામ કરી મકાન પણ બનાવેલુ હોય પરંતુ કલેકટર દ્વારા તે પ્લોટ ખાલસા કરવાનો હુકમ કરતા પ્લોટના માલિક દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે જિલ્લા કલેકટરનો હુકમ ખોટો હોવા સંબંધે દાવો કરતા અને તે દાવામાં કોર્ટ દ્વારા તમામ રેકર્ડ ખરાઇ કરી તેમજ ખરીદનાર દ્વારા ડાયરેકટ કોઇ રાજન કીલ્લાકરના વારસો પાસેથી જમીન ખરીદ કરેલ ન હોય પરંતુ તેઓ બીજા ખરીદનાર હોય અને તેઓએ જીતેન્દ્ર લક્ષ્મીદાસ માધવાણી પાસેથી જમીન ખરીદ કરેલી હોય અને તે રીતે તેઓ શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોય એટલુ જ નહી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ -૩૭ની જોગવાઇ મુજબ  જ્યારે કોઇ પ્રાઇવેટ મિલ્કત હોય ત્યારે સરકારી અધિકારીની ડાયરેકટ કોઇ ઇન્વોલ્મેન્ટ કરવાતી સત્તા ન હોય અને તે રીતે કલેકટરે મનસ્વી રીતે ખોટો હુકમ કરેલ હોવાનું રેકર્ડ ઉપર પૂરવાર થઇ જતા પોરબંદરના સીનીયર સિવિલ જજ પંડયા દ્વારા રેકર્ડ ઉપરના તમામ પુરાવાઓ ધ્યાને લઇ જિલ્લા કલેકટરે કરેલો હુકમ રદ કરી નાખેલ છે અને તે રીતે હવે આ પ્લોટ પુરતી સીટી સર્વેના રેકર્ડમાં ઉતરોતર એન્ટ્રીઓ પડી શકશે અને ગીતાબેન જોશી અન્યને વેચાણ પણ કરી શકશે અને એ રીતે પોરબંદરના ચકચારી પ્રકરણમાં આ હુકમના કારણે અન્ય ખરીદનારાઓને પણ લાભ મળશે તેવું ચર્ચાઇ રહેલ છે.
આ કામમાં પ્લોટ માલિક વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા અનીલ ડી. સુરાણી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application