કપલે છપાવ્યું લગ્નનું અનોખું કાર્ડ, બનાવી આધારકાર્ડની ડીઝાઇન

  • December 18, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બધાના ઘરે લગ્નના કાર્ડ આવતા જ હોય છે. જેમાં નોંધ્યું હશે કે તે ઘણીવાર ભગવાનના ચિત્રોથી ભરેલા હોય છે. આ ઉપરાંત લગ્ન સંબંધિત દરેક વિગતો પણ લગ્નના કાર્ડ પર લખેલી હોય છે પરંતુ આજકાલ લોકો લગ્નના કાર્ડ પર પ્રયોગ કરવા લાગ્યા છે. લોકોએ લગ્નના કાર્ડ પર તેમની તમામ ક્રિએટીવીટી અજમાવવાનું શરૂ કરી દીધું છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલુ લગ્નનું કાર્ડ જ જોઈ લો. જે બિલકુલ આધાર કાર્ડ જેવું જ દેખાય છે. આ કાર્ડ જેના ઘરે ગયું હશે તે લોકોને જોઈને પ્રશ્ન થયો હશે કે આ કોનું આધાર કાર્ડ છે.


વાયરલ થઈ રહેલા આ વેડિંગ કાર્ડમાં ઉપર 'હેપ્પી મેરેજ' લખેલું છે. તેની નીચે દુલ્હા-દુલ્હન અને તેમના પરિવારો વિશે માહિતી આપવામાં આવી છે. આધાર કાર્ડની જેમ તેના પર સ્કેનર ક્યુઆર કોડ અને બાર કોડ પ્રિન્ટ કરવામાં આવે છે. કાર્ડ પર કપલનો એક ફોટો પણ છપાયેલો છે. કાર્ડ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એવું કહી શકાય કે આ કાર્ડ ઘણું જૂનું છે કારણ કે તેના પર લગ્નની તારીખ 22 જૂન 2017 લખેલી છે પણ કાર્ડ પ્રિન્ટરની ક્રિએટીવીટી ગજબ છે. તેણે આધાર કાર્ડ નંબરની જગ્યાએ લગ્નની તારીખ લખી છે.


કાર્ડમાં વરનું નામ પ્રહલાદ અને કન્યાનું નામ વર્ષા છપાયેલું છે. બંને લોકો મધ્યપ્રદેશના પીપરીયાના રહેવાસી છે. લગ્નની સિઝન વચ્ચે આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેને @Madan_Chikna નામના યુઝરે સોશિયલ સાઈટ એક્સ પર શેર કર્યો છે. આ વેડિંગ કાર્ડને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ અને લાઈક કરી ચૂક્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application