દુનિયાભરની યુનિવર્સિટીઓને રેન્કિંગ આપનારી સંસ્થા કયુએસ વલ્ર્ડે કયુએસ વલ્ર્ડ રેન્કિંગ ૨૦૨૫ જાહેર કયુ છે. આમાં દેશની ટોચની એન્જિનિયરિંગ શૈક્ષણિક સંસ્થા આઈઆઈટી બોમ્બેએ વિશ્વની ટોચની ૧૫૦ સંસ્થાઓમાં ૧૧૮મું સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી બોમ્બે ગયા વર્ષે ૧૪૯મો રેન્ક મેળવ્યો હતો. યારે આઈઆઈટી દિલ્હીનો રેન્ક ગયા વર્ષે ૧૯૭ હતો. આ વખતે આઈઆઈટી દિલ્હી કયુએસ વલ્ર્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ ૨૦૨૫માં ૧૫૦માં સ્થાને હતી.
આઈટી બોમ્બે ભારતમાં પ્રથમ ક્રમે છે. યારે ભારતીય વિજ્ઞાન સંસ્થાન ૨૧૧મા ક્રમે છે. આ સિવાય આઈઆઈટી ખડગપુરને ૨૨૨મો રેન્ક, આઈઆઈટી મદ્રાસને ૨૨૭મો રેન્ક, આઈઆઈટી કાનપુરને ૨૬૩મો રેન્ક મળ્યો છે.
દિલ્હી યુનિવર્સિટીએ પણ કયુએસ વલ્ર્ડ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૫માં સ્થાન મેળવ્યું છે. આ યુનિવર્સિટીએ ૩૨૮મો રેન્ક મેળવ્યો છે. આ પછી, આઈઆઈટી રકીને ૩૩૫મો રેન્ક, આઈઆઈટી ગુવાહાટીને ૩૪૪મો રેન્ક, અન્ના યુનિવર્સિટીને ૩૮૩મો રેન્ક મળ્યો છે.
આ સિવાય આઈઆઈટી ઇન્દોર ૪૭૭માં, આઈઆઈટી બીએચયુ ૫૩૧માં અને જેએનયુ ૫૮૦માં ક્રમે છે. દિલ્હી યુનિવર્સિટીએ કયુએસ વલ્ર્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ૭૯ સ્થાનની છલાંગ લગાવીને સૌથી મોટો સુધારો કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોમાઇનગર-૧ માં ગેરકાયદે ત્રણ મકાનોનું ડિમોલીશન
May 17, 2025 01:43 PMબેડીના માછીમાર સામે પરમીટ ભંગ કર્યાની ફરીયાદ દાખલ
May 17, 2025 01:39 PMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધે જીવાદોરી ટુંકાવી
May 17, 2025 01:37 PMગોપ નજીક બિમારીથી કંટાળી વૃઘ્ધે ટ્રેન હેઠળ પડતુ મુકયુ
May 17, 2025 01:36 PMલાખાબાવળમાં ગૌચરની જમીન પચાવી પાડતા ૩ સામે લેન્ડગ્રેબીંગ
May 17, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech