જૂનાગઢમાં ત્રણ સ્થળે દેશ દારૂની ભઠ્ઠી ધમધમતી હતી: બુટલેગર છૂ

  • December 04, 2020 11:40 AM 72 views

જુનાગઢ કબૂતરી ખાણ ના કાંઠે વનવિભાગની દીવાલ પાસે તેમજ જીઆઇડીસી બે મા વોકળા કાંઠે અને આઈ.ટી.આઈ દીવાલ પાસે પોલીસે દેશી દારૂ ઝડપી લઈ હાથ ના આવેલ બૂટલેગરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પંચેશ્વર કબૂતરી ખાણ ના કાંઠે વનવિભાગની દીવાલ પાસે વિદેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૪૦ લિટર દારૂ આથો તથા બેરલ સહિત કુલ પ ૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો


એલસીબી પોલીસે દોલત પરા જીઆઇડીસી ૨ બોકડા ના કાંઠા પાસે ચાલતી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારુ તથા રોકડ રકમ ઝડપી લઇ બુટલેગર અને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.જીઆઇડીસી બે પાસે વોકળા ના કાંઠે ભીખા ઉર્ફે ભૂરો રૈયાભાઈ રબારી તથા હરદાસ ભુપત રબારી ભાગીદારીમાં દેશી દારૂ વેચતા  હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અજય સવજીભાઈ પરમારને ૪૮ ૦ ૦ કિંમતનો દેશી દારૂ તથા રોકડ રકમ સહિત કુલ ૫૬ ૩૦ની મતા સાથે ઝડપી લીધો હતો જ્યારે ભીખા ઉર્ફે ભોલો રબારી તથા અરદાસ ભુપત રબારી અને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો આઈ.ટી.આઈ ની દિવાલ પાસેથી રહેણાંક મકાનમાંથી પોલીસે ૮ લિટર દેશી દારૂ ઝડપી બુટલેગર નાથા લાખા રબારી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application