આદિત્ય એલ૧નું ઓરબિટમાં એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ

  • December 26, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું સોલર મિશન પોતાના મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લેન્ગ્રેજ પોઈન્ટ વન સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવાનું છે. લેન્ગ્રેજ પોઈન્ટ ધરતી અને સૂર્યની વચ્ચે ગુત્વાકર્ષણ સંતુલનનું બિંદુ છે. ઈન્સર્શનની પ્રોસેસ પૂરી રીતે સફળ થાય, તેના માટે ઈસરોની ટીમને ઘણી સાવધાની રાખવી પડશે. જેની હેઠળ અંતરીક્ષ યાનની સ્થિતિ અને સ્પીડ પર સતત નજર રાખવી પડશે. તે નક્કી કરેલા રસ્તાથી ભટકી ન જાય, તેના માટે ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવશે.


૧૫ લાખ કિલોમીટરથી વધારેની યાત્રા બાદ આ સ્પેસક્રાટ હવે તેના પ્રવાસના અંતિમ પડાવમાં છે. ઈસરોએ આ સ્પેસક્રાટને ૨ સપ્ટેમ્બર ૨૦૨૩એ શ્રી હરિકોટાથી લોન્ચ કર્યુ હતું. આશા છે કે ૬ જાન્યુઆરી ૨૦૨૪એ તેની યાત્રા પુરી થઈ જશે.એલ વનના મહત્વને નકારી શકાય નહીં. આ જગ્યાથી આદિત્ય એલ વન કોઈ મુશ્કેલી વગર અભ્યાસ કરી શકે છે. આ દરમિયાન સૂરજના વાતાવરણ, તેની પર ઉભા થતાં ચુંબકીય તોફાનો અને ધરતી પર તેની અસર વિશે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે.


અંતરીક્ષ યાન કોરોનલ માસ ઈજેકશન અને આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્ર જેવી વિભિન્ન ઘટનાઓની જાણકારી પણ એકત્ર કરશે. તેનાથી ના માત્ર ભારત પણ સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિક સમુદાયને મહત્વપૂર્ણ આંકડાઓ મળશે.ઈન્સર્શનની પ્રોસેસ પૂરી રીતે સફળ થાય, તેના માટે ઈસરોની ટીમને ઘણી સાવધાની રાખવી પડશે. જેની હેઠળ અંતરીક્ષ યાનની સ્થિતિ અને સ્પીડ પર સતત નજર રાખવી પડશે. તે નક્કી કરેલા રસ્તાથી ભટકી ન જાય, તેના માટે ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવશે. વીઈએલસી અને સૌર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ સહિત અંતરીક્ષ યાનના ઉપકરણોને સૂર્ય દ્રારા ઉત્સર્જિત તીવ્ર કિરણોત્સર્ગ અને કણોથી સુરક્ષિત હોવું આવશ્યક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application