બગસરા પાલિકાનો ભ્રષ્ટાચાર પુલમાં ગાબડાં રૂપે દેખાયો

  • August 14, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા પાલિકા દ્રારા મેઘાણી હાઈસ્કુલની પાછળ બનાવામાં આવેલ પુલમાં એકી સાથે બે–બે ગાબડાં પડતાં પાલીકાનો ભ્રષ્ટ્રાચાર છતો થયો છે. પુલ ઉપર પડેલા ગાબડાં પડવાના કારણે લોકોને ત્યાંથી પસાર થવા માટે પોતાનો જીવ ચપટીમાં લઇને નીકળવુ પડે છે. યારે આ પુલને હજુ માત્ર એક વર્ષ કરતા પણ ઓછો સમય ગાળો વિત્યો હશે ત્યાંતો આ પુલની હાલત ખખડી જવા તરફ જઇ રહી છે. આ પુલમાં એક સાથે બે બે ગાબડાં પડા અને પુલની સાઇડની રેલીંગ પણ તૂટી ગયેલ છે. જેના લીધે ગમે ત્યારે ભયંકર અકસમાત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકા દ્રારા શહેરમાં ચાલતા અનેક વિકાસના કામોમાં ફકતને ફકત પદાધિકારીઓનો જ વિકાસ થઈ રહેલ હોઈ તેવું લાગી રહેલ છે. યારે આ પુલ ૯.૧૮ લાખ જેવી માતબર રકમથી તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ સરકારના આ પિયાનું આંધણ થઈ ગયું હોઈ તેવું લાગી રહેલ છે. યારે આ પુલ ૨૦૨૩ના ૧૨ મહિનામાં જ બનાવવામાં આવ્યો હતો પરંતુ પાલિકા અને રવિરાજ કન્સ્ટ્રકશન અમરેલીની મિલી ભગતના કારણે આ પુલની હાલત નબળી બની છે. યારે એક વખત તો પાલિકા દ્રારા માટી નાખીને રિપેર કરવામાં આવેલ હતો પરંતુ હવે તો એકી સાથે બે બે ગાબડાં પડાં છે. ત્યારે પાલિકા દ્રારા આ પુલને ફરી વખત બનાવવામાં આવે તેવી અહીંના લોકો દ્રારા માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application